- 12 વર્ષ પહેલાનું મનદુખ રાખી કર્યો હતો હુમલો
- આરોપી છરી મારીને પોતાનો થેલો ત્યાં મુકીને જતો રહ્યો
- થેલામાંથી એસીડ ભરેલી બોટલ કાઢી મહિલા પર એસિડ ફેક્યું
રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર રહેતી પરિણીતા પર એક શખ્સે હુમલો કર્યો - rajkotnews
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર રહેતી પટેલ પરિણીતા પર એક શખ્સે છરી વડે હુમલો કરી એસીડ નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ બૂમ પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતાં અને હુમલો કરીને શખ્સ નાશી છૂટ્યો હતો.
ગોંડલ ગુંદાળા રોડ
રાજકોટ : જિલ્લાના ગોંડલ ગુંદાળા રોડ પર શાંતિનગરમાં રહેતી મહિલા ઘરે એકલી હતી. મહિલાના ઘરની ડેલી ખોલી ડેકોરા સીટીમાં રહેતાં સામતગીરી રેવાગીરી ગોસ્વામીએ તારો પુત્ર કાનો કયાં છે તેવું કહીં ગીતાબેન સાથે ઝપાઝપી કરી મોબાઈલ ઝૂંટવી છરી કાઢી મહિલા પર વાર કર્યો હતો. હુમલાથી મહિલાની ડાબી આંખ ઉપર ઇજા થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલાં સામતગીરીએ તારો પતિ મનસુખ કયાં ગયો તેવું કહી એસીડ નાંખવાનો પ્રયત્ન કરતાં મહિલાએ બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવતાં સામતગીરી ત્યાંથી નાસી ગયો હતો.