ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં 588 દર્દી દાખલ થયાં, 272 દર્દી થયા સાજા - ઈટીવી ભારતની ટીમ

કોરોનાની બીજી લહેરમાં ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગના દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યાં હતા.

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં 588 દર્દી દાખલ થયાં, 272 દર્દી થયા સાજા
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં 588 દર્દી દાખલ થયાં, 272 દર્દી થયા સાજા

By

Published : May 22, 2021, 12:20 PM IST

  • ધોરાજીની સરકારી હોસ્પિટલમાંથી 272 દર્દી સ્વસ્થ થયા
  • 73 દર્દીઓ કોરોના સામે જિંદગીની બાજી હારી ગયા
  • હાલ 44 દર્દીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર
    73 દર્દીઓ કોરોના સામે જિંદગીની બાજી હારી ગયા

રાજકોટઃ કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી હોસ્પિટલમાં 25 માર્ચ પછી એટલે કે કોરોનાની બીજી લહેરમાં અનેક દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા હોવાનું સામે આવ્યું છે. ETV Bharatની ટીમે ધોરાજીની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જે. એમ. વસેટિયનની મુલાકાત લીધી હતી.


આ પણ વાંચો-80 ટકાથી વધુ સંક્રમિત હોવા છતાં યુવાને કોરોનાને હરાવ્યો

25 માર્ચ પછી સરકારી હોસ્પિટલમાં 588 કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ

ધોરાજીની સરકારી હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, 25 માર્ચ પછી ધોરાજીની સરકારી હોસ્પિટલમાં 588 કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 272 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા હતા. જ્યારે 73 દર્દીઓ કોરોના સામે પોતાની જિંદગીની બાજી હારી ગયા હતા અને 109 દર્દીઓને બીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યાં હતા. રાજકોટમાં પણ કોરોનાની બીજી લહેર વચ્ચે અનેક હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી હતી. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોના કોરોનાના કારણે મોત થયા હતા.

હાલ 44 દર્દીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર
73 દર્દીઓ કોરોના સામે જિંદગીની બાજી હારી ગયા

આ પણ વાંચો-ગાંધીનગરમાં કોરોના વેક્સિનના 15 સેન્ટર 5 દિવસ પછી ફરી શરૂ, રોજ 100 લોકોને અપાય છે વેક્સિન

કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો

ધોરાજીની સરકારી હોસ્પિટલની હાલની પરિસ્થિતિ અંગે ડો. જે. એમ. વસેટિયને જણાવ્યું હતું કે, હાલ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં કુલ 90 બેડ છે. તેમાંથી 70 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના છે અને 20 બેડ નોન ઓક્સિજન બેડ છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં 44 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 24 દર્દી ઓક્સિજન બેડ પર સારવાર લઈ રહ્યા છે. જયારે 20 બેડ દર્દીઓ રેગ્યુલર બેડ પર સારવાર લઈ રહ્યા છે અને 20 ઓક્સિજન બેડ હાલ ઉપલબ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details