ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ તૌકતેની તારાજી: આજી ડેમ-2 ઓવરફ્લો, એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો - aaji dam overflow

તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે પોવન સાથે વરસાદ પડતા ઘણા ગામોમાં અને શહેરમાં નુકશાન જોવા મળી રહ્યું અને તારાજી સર્જી છે. રાજકોટમાં અંદાજીત અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું તંત્ર દ્વારા અનુમાન લગાવામાં આવ્યું છે.

તૌકતે વાવાઝોડુંની અસર રાજકોટમાં
તૌકતે વાવાઝોડુંની અસર રાજકોટમાં

By

Published : May 18, 2021, 4:02 PM IST

  • તૌકતે વાવાઝોડુંની અસર રાજકોટમાં
  • ગામોમાં અને શહેરમાં નુકશાન જોવા મળી રહ્યું
  • આજી ડેમ-2 ઓવરફ્લો

રાજકોટ: વાવાઝોડાના પગલે આવેલા ભારે વરસાદના કારણે આજી ડેમ-2 ઓવરફ્લો થયો છે. આજીડેમ-2નો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. હાલ આજી ડેમ-2માં 764 ક્યુસેક પાણીની આવક અને 764 ક્યુસેક પાણી જાવક આજી ડેમ-2ના હેઠળ આવતા નીચાણવાળા 10 ગામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આજી ડેમ-2 ઓવરફ્લો

આ પણ વાંચો: વાવાઝોડાંની તૈયારીને લઇને અમદાવાદ ફાયર વિભાગ સજ્જ

ડેમના કાંઠાળા વિસ્તારમાં આવતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

આજી ડેમ-2ના પાણીની સિંચાઈ માટે કરવામાં આવે છે. આજી ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. આજી 2 ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે. પડધરી સહિતના વિસ્તારોમાં આપવામાં આવે છે. સિંચાઇ લક્ષી પાણી ખેડૂતો માટે ઉપયોગી કહેવામાં આવે છે. ડેમમાં સવારથી પાણીની આવક શરૂ થઈ ગઈ છે. હાલ ડેમના દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમના કાંઠાળા વિસ્તારમાં આવતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વાવાઝોડાની દસ્તક: દરિયાનું દેખાયુ વિકરાળ રૂપ

ABOUT THE AUTHOR

...view details