- RSS સભ્ય રામ માધવે તેના પર લગાવવામાં આવેલા આરોપો વખોડ્યા
- રામ માધવે આ સમગ્ર મામલે તપાસ કરવા માંગ કરી છે
- મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે 300 કરોડ આપવાનો આરોપ લગાવ્યો હતો
રાજકોટઃતાજેતરમાં જ દેશમાં નવા સામે આવેલા વિવાદ મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(RSS) રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય રામ માધવ (Ram Madhav) રાજકોટ ખાતેની મુલાકાત દરમિયાન ખુલાસો કર્યો હતો. મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક (Governor Satyapal Malik) દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુદ્દે રામમાધવે જણાવ્યું હતું કે, મારા નામ પર એક ફાઈલ જમ્મુ કાશ્મીરમાં હતી અને આ ફાઈલ મામલે કંઈક પૈસા આપવાની વાત હતી. આ પ્રકારનો આરોપ તદ્દન જ જુઠ્ઠો છે. મારા નામથી અથવા મારા ઇશારાથી કોઈ ફાઈલ રહેવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. તેમજ આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. આ વિષય પર તપાસ થાય અને જે તે સમયે જે ફાઈલોનું મુવમેન્ટ થયું હતું, આ ઉપરાંત જે ડિલ્સ કેન્સલ થઈ હતી અને જે ડિલ્સ બનાવામાં આવી હતી. એ તમામ પર વ્યવસ્થિત રીતે તપાસ થાય. તેમજ આ જે આરોપ કરવામાં આવ્યો છે તેના પર પણ તપાસ થાય.
દિલ્હી ગયા બાદ હું આ મામલે કાયદાકીય કાર્યવાહી કરીશ
રામ માધવે આક્ષેપો અંગે વધુમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે હું જ્યાં સુધી રાજ્યપાલને ઓળખું છું ત્યાં સુધી કોઈ પણ ગવર્નર પાસે કોઈ અધિકારી જઈને આ ફાઈલ મોકલવાના 300 કરોડ રૂપિયા મળશે એવું કોઈ નહિ કહે. જ્યારે સત્યપાલ મલિક કહી રહ્યા છે કે, કોઈ અધિકારીએ એમને કહ્યું છે કે આ કામ કરવાથી તેમને 300 કરોડ રૂપિયા મળશે, તો આ અધિકારી પર પણ તપાસ થાય. તેમને કોણે 300 રૂપિયા કરોડની ઓફર આપી છે. તેમજ આ અધિકારી ગવર્નર પાસે જઈને આ વાત કરે છે તો આ ગવર્નરની શું સ્થિતિ છે આ તમામ વિષય પર એકવાર તપાસ થાય તેવું હું ઈચ્છું છું. જ્યારે આ મામલે જે કાયદેસરની કાર્યવાહીનો પ્રશ્ન છે તે મામલે હું દિલ્હી જઈને આવશ્યક કદમ જરૂર લઈશ.