- પતિએ જ મિલ્કત માટે કરાવી પત્નીની હત્યા
- રાજકોટમાં હત્યાની ભેદ ઉકેલાયો
- 30 નવેમ્બરના રોજ થઇ હતી હત્યા
રાજકોટ : શહેરમાં ગત 30 તારીખના રોજ આજી ડેમ વિસ્તારમાં આવેલી માંડા ડુંગરની સુંદરમ પાર્ક સોસાયટીની ગલી નંબર-3ના એક રહેણાંક મકાનમાં અત્યંત દુર્ગંધ આવતી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા અહીં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે આ મહિલા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં મહિલાની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં આજી ડેમ પોલીસે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યાની શંકા હતી
આજી ડેમ પોલીસ જ્યારે આ રહેણાંક મકાનમાં પ્રવેશી ત્યારે જ અહીં મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો. જેમાં મૃતક ભારતીનો મૃતદેહ ઘરમાં બારીમાં લટકાવેલો હતો. જેને લઈને પોલીસને હત્યાની શંકા ગઇ હતી, પરંતુ આ મહિલાની હત્યા ક્યારે થઈ તેમજ કેવી રીતે થઈ તે તમામ બાબતો જાણવા માટે પોલીસે મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, મહિલાને ગળેટૂંપો આપીને તેની હત્યા કરવામાં આવી છે.