ગાંધીનગર : રાજકોટના બીઆરટીએસ ટ્રેકની અંદર દોડી રહેલા ઘોડાનો વાઇરલ વિડીયો (Horse riding stunt in Rajkot BRTS ) સામે આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અયોધ્યા ચોકથી શીતલ પાર્ક તરફ જતાં બીઆરટીએસ રૂટ પરના વિડીયોને (Viral video of Rajkot)લઇને ભારે ચર્ચા જાગી હતી. જેમ કે આપ જાણો છો તેમ અમદાવાદ રાજકોટ અને સુરતમાં સામાન્ય લોકોના પરિવહન માટે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા બીઆરટીએસ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે જેમાં બીઆરટીએસ બસ સિવાય કોઈપણ વાહનોને અંદર પરવાનગી આપવામાં આવતી નથી.
ગાંધીગ્રામ પોલીસે કરી દંડનીય કાર્યવાહી- સોશિયલ મીડિયામાં રાજકોટના બીઆરટીએસ ટ્રેકની અંદર 6 ઘોડેસવારોએ મોડી રાત્રે સ્ટંટ (Horse riding stunt in Rajkot BRTS )કરતા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ ઘોડેસવારો બીઆરટીએસ ટ્રેકમાં ઘોડા ને લઈને અંદર પ્રવેશ (Horsemen stunt in Rajkot BRTS track ) કર્યો હતો. ત્યારબાદ ખુલ્લા રસ્તામાં ઘોડા ઉપર ઊભા થઇને સ્ટંટ પણ કર્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. ત્યારે રાજકોટ પોલીસે પણ તેની નોંધ લેતાં કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ (Viral video of Rajkot)થતાં રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ટૂંકાગાળામાં 4 ઘોડેસવારને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી (Gandhigram police nab 4) કરી હતી. આમ રાજકોટ પોલીસે વિડીયોમાં ઘોડેસવારી સ્ટંટ કરતાં છ પૈકી ચાર ઘોડેસવારોને ઝડપી લીધાં છે.