ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં હનીટ્રેપનો મામલો, 10 લાખની માગણી કરનારા પતિ પત્નીની ધરપકડ - Aaji Dam Police

રાજકોટમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. આજી ડેમ પોલીસે હનીટ્રેપ કરનાર એક મહિલા અને તેના પતિને ઝડપી પાડયા છે. આ ગુનામાં વધુ બે આરોપીઓ ફરાર છે. આ ગેંગે ગોંડલના સેમળા ગામના વ્યક્તિને ભેંસ વહેંચવાના બહાને રાજકોટ બોલાવ્યો હતો. અહીં તેના પર દુષ્કર્મના ખોટા આરોપો મુકી રૂપિયા 10 લાખની માગણી કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલો બહાર પડ્યો હતો. તેમ જ પોલીસે મીરા રણજિત ગુજરાતી અને રણજિત ચનભાઈ ગુજરાતી નામના પતિ પત્નીની ધરપકડ કરી છે.

રાજકોટમાં હનીટ્રેપનો મામલો, રૂ. 10 લાખની માગણી કરનારા પતિ પત્નીની ધરપકડ
રાજકોટમાં હનીટ્રેપનો મામલો, રૂ. 10 લાખની માગણી કરનારા પતિ પત્નીની ધરપકડ

By

Published : Dec 11, 2020, 9:54 AM IST

  • રાજકોટમાં હનીટ્રેપના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર પતિ પત્ની ઝડપાયા
  • રાજકોટના ગોંડલના વ્યક્તિને દુષ્કર્મના આરોપમાં ફસાવવાનો કર્યો પ્રયાસ
  • આરોપીઓએ પીડિતનો છેડતી કર્યાની કબૂલાતનો વીડિયો બનાવ્યો હતો
  • બંને આરોપીઓએ મામલો દબાવી દેવા માટે રૂપિયા 10 લાખની કરી હતી માગ

રાજકોટઃ ગોંડલના સેમળા ગામના મગન ધનજીભાઈ રાંક નામના વ્યક્તિને ભેંસ ખરીદવાનું બહાનું કરી આ ગેંગે તેમને રાજકોટ બોલવ્યા હતા. અહીં, મીરા ગુજરાતી નામની મહિલા મગનભાઈને વાતોમાં ફસાવીને કોઠારિયામાં આવેલી ઓરડીમાં બંધક બનાવી તેને માર માર્યો હતો. ત્યારબાદ તેણે રૂપિયા 10 લાખની માગણી કરી હતી. તેમ જ મહિલાની છેડતી કરી હોવાની વીડિયો પણ બનાવી લીધો હતો. જોકે, મગનભાઈ ડરી જતા તેમણે આ પતિ પત્નીને પૈસા આપવા સંમતિ દર્શાવી હતી.

આરોપીઓએ પીડિત પાસે પોલીસ ફરિયાદ ન કરે તે માટે સ્ટેમ્પ પેપર પર લખાણ લીધું

હની ટ્રેપમાં ફસાયેલા મગનભાઈને બંધ ઓરડીમાં દોરડા વડે બાંધીને માર મારવામાં આવ્યો હતો. તેમના મહિલાની છેડતી કરી હોવાની કબૂલાતનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં છરી વડે ગુપ્તાંગ કાપી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ પીડિતને ધમકાવી અને માર મારી તેની પાસેથી પોલીસ ફરિયાદ ન કરવા અંગેનું સ્ટેમ્પ પેપર પર લખાણ પણ લીધું હતું. જોકે,પોલીસે આ મામલે પતિ પત્નીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં બે શખ્સ ફરાર છે.

ABOUT THE AUTHOR

...view details