ગુજરાત

gujarat

ETV Bharat / city

નાના બાળકોમાં જોવા મળ્યો હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ, તંત્ર એલર્ટ - વાયરસ

રાજકોટઃ જિલ્લામાં નાના બાળકો HFMD એટલે કે હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીઓમાં વિના મૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવશે.

HFMD

By

Published : Aug 21, 2019, 12:51 PM IST

રાજકોટ આરોગ્ય વિભાગ આ અંગે ઈન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશનની પણ મદદ લીધી છે. આ વાયરસ ચેપી હોવાના કારણે બીજા બાળકમાં તુરંત ફેલાઇ છે. સામાન્ય રીતે ચેપ લાગ્યા બાદ આ રોગમાં એકાદ-બે દિવસ તાવ, શરીરમાં નબળાઈ, ભૂખ ન લાગે, ગળુ સુકાય, બળતરાં થાય, ત્રીજા દિવસથી શરીર ખાસ કરીને હથેળી, પગના તળિયા, મોંઢામાં ફોલ્લીઓ પડે જે સરેરાશ 2થી 3 મી.મી. હોય છે. જેમાં ધારવું થઈ શકે છે. જેવા અનેક લક્ષણો જોવા મળે છે.

રાજકોટમાં નાના બાળકોમાં HFMD એટલે કે હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ જોવા મળ્યો, તંત્ર એલર્ટ

ABOUT THE AUTHOR

...view details