- ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું નિધન
- કોરોના સંક્રમણની સારવાર દરમિયાન હોસ્પિટલમાં થયું નિધન
- ભજનિક હેમંત ચૌહાણ અર્પી શ્રદ્ધાંજલિ
- ગુજરાતી ફિલ્મને નવી નવી ઉંચાઈ આપનારી બેલડીનું અવસાન થતા ચાહકોમાં શોકની લાગણી
રાજકોટઃ ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન મંગળવારે નિધન થયું છે. તેમજ થોડા દિવસ પહેલા તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતુ, જેથી ગુજરાતી કલાકારો અને તેમના ચાહકોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
હેમંત ચૌહાણે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી બન્ને ભાઈઓની જોડીએ વિશ્વમાં મચાવી હતી ધૂમ
આ અંગે સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓની વિદાયથી કલાકાર જગત માટે અને ચાહત વર્ગો માટે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. હેમંત ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ કે, મહેશ કનોડિયા છેલ્લા 45 વર્ષ સુધી કાર્યરત હતા. તેમને ગુજરાતી અને હિન્દી ગાયક કલાકારો સાથે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત દેશ-વિદેશમાં પણ તેમણે અનેક કાર્યક્રમ કર્યા હતા. જ્યારે નરેશ એમનો નાનો ભાઈ સાથે જમણો હાથ હતો અને બન્ને ભાઈઓની જોડીએ વિશ્વમાં ધૂમ મચાવી હતી.
બન્ને ભાઈઓએ પોતાના ગામના નામની સરનેમ રાખી હતી
બન્ને ભાઈઓએ નાના એવા કનોડ ગામ એટલે પોતાના ગામના નામની સરનેમ પણ રાખી હતી, જે પોતાનો વતન પ્રેમ બતાવે છે. હેમંત ચૌહાણે કહ્યું કે, હું છેલ્લા 40 વર્ષથી એમના પરિવાર સાથે સંપર્કમાં હતો. નરેશ પોતાના મોટાભાઈ મહેશને ઘરમાં બાપુજી કહેતા હતા એક ભાઈ પોતાના મોટાભાઈને બાપુજીનું સન્નમાન આપે તે આ પરિવારમાં મેં જોયું હતું.