રાજકોટઃ રાજકોટમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને રાજકોટના આજુબાજુના ગામોમાં આવેલ નાનીમોટી નદીઓ, નાળાઓ પાણીથી છલકાઈ ગયાં છે. ત્યારે રાજકોટના જામનગર રોડ પર આવેલા ન્યારી 2 ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઇ છે. જેને લઇને ડેમના છ જેટલા દરવાજા હાલ ખોલવામાં આવ્યાં છે. ન્યારી 2 ડેમની સપાટી 88.5 મીટરની છે તેમ જ ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે ડેમની સપાટી 87.45 મીટર જેટલી થઈ ગઇ છે અને 13,616 ક્યૂસેક નવા નિરની આવક નોંધાઇ છે.
રાજકોટમાં ભારે વરસાદ, ન્યારી 2 ડેમમાં 6 દરવાજા ખોલાયા - ડેમ
સૌરાષ્ટ્રમાં વ્યાપક અને ભારે વરસાદનો માહોલ જામ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજકોટના ન્યારી ડેમના દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી છે. ન્યારી ડેમના 6 દરવાજા પાણીના વહાવ માટે ખોલી નાંખવામાં આવ્યાં છે.
રાજકોટમાં ભારે વરસાદ, ન્યારી 2 ડેમમાં 6 દરવાજા ખોલાયાં
આમ ડેમમાં પાણીનો આવરો વધતાં સાવચેતીરુપે આ ડેમના 6 જેટલા પાટિયા ખોલવામાં આવ્યાં છે. તેમ જ ડેમની હેઠવાસના આસપાસના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, સહિતના ગામોને એલર્ટ કરાયાં હતાં.