ગુજરાત

gujarat

ETV Bharat / city

આરોગ્ય કર્મચારીઓએ સરકારને કહ્યું, વેક્સિન લઈશું પણ તેની સામે વીમો જોઈએ - વેક્સિન

દેશની સાથે જ રાજકોટમાં પણ કોરોના સામે એલાને જંગ, વેક્સિનથી આડ અસર થાય તે પહેલા સરકાર દ્વારા વીમા આપવા આવે તેવી માગ આરોગ્ય કર્મચારીએ કરી હતી. જ્યારે સમગ્ર દેશની સાથે જ શહેર અને જિલ્લામાં પણ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વર્ચ્યૂઅલ હાજરીમાં જ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ રાજકોટના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટને કોરોના વેક્સિન આપવામાં આવી હતી ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. જોકે, કર્મચારીઓએ આડ અસર માટે વીમો આપવાની માગ કરી છે.

આરોગ્ય કર્મચારીઓએ સરકારને કહ્યું, વેક્સિન લઈશું પણ તેની સામે વીમો જોઈએ
આરોગ્ય કર્મચારીઓએ સરકારને કહ્યું, વેક્સિન લઈશું પણ તેની સામે વીમો જોઈએ

By

Published : Jan 16, 2021, 4:40 PM IST

  • રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓએ કોરોના વેક્સિન સામે ઊઠાવ્યા સવાલ
  • અમે કોરોના વેક્સિન તો લઈ લઈશું, પરંતુ સરકાર વીમો આપેઃ આરોગ્યકર્મીઓ
  • રાજકોટમાં 6 સ્થળ પર કોરોના વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવી છે

રાજકોટ: રાજકોટ શહેરના જે 6 સ્‍થળોએ કોરોના વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમાં પીડીયુ, સિવિલ હોસ્‍પિટલમાં રાજ્‍ય પ્રધાન આર. સી. ફળદુ હાજર રહ્યા હતા. રાજકોટના 6 અને જિલ્લાના 3 સહિત કુલ 9 બૂથ પરથી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આમાં રેડ ઝોનમાં આવેલ સિવિલ હોસ્‍પિટલ ખાતેના બૂથની કામગીરી વડાપ્રધાને નીહાળી હતી. એક સેન્‍ટર પર અંદાજિત 100 વ્‍યક્તિને દરરોજ રસી આપવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

વેક્સિન લઈશું પણ તેની સામે વીમો જોઈએ

રાજકોટ શહેરના જે 6 સ્‍થળોએ કોરોના વેકસીનની કામગીરી શરૂ

રાજકોટ શહેરના જે 6 સ્‍થળોએ કોરોના વેકસીનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્‍પિટલમાં રાજ્‍ય મંત્રી આર.સી.ફળદુ હાજર રહ્યા હતા. રાજકોટના 6 અને જિલ્લાના 3 સહિત કુલ 9 બુથ પરથી વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રેડ ઝોનમાં આવેલ સિવિલ હોસ્‍પિટલ ખાતેના બુથની કામગીરી પ્રધાનમંત્રીએ નિહાળી હતી. એક સેન્‍ટર પર અંદાજીત 100 વ્‍યકિતને દરરોજ રસી આપવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details