રાજકોટઃ શહેરમાં ગત 2 દિવસમાં કુલ 3 જેટલા કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ 3 કેસમાં એક 75 વર્ષીય વૃદ્ધ મહિલાનો પણ સમાવેશ થયો છે. જે ક્યારેય પણ વિદેશ ગયા નથી. ત્યારબાદ વૃદ્ધના પુત્રને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
કોરોના વાઈરસના સંક્રમણને ટ્રેસ કરવા આરોગ્ય વિભાગની ટીમ રાજકોટ આવશે - રાજકોટમાં કોરોના વાઇરસ
કોરોના મહામારીના કારણે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે, ત્યારે રાજકોટમાં કોરોનાના ચેપને ટ્રેસ કરવા માટે એક ખાસ ટીમ આવશે. જે ચેપના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધરશે.
કોરોના વાઈરસના ચેપને ટ્રેસ કરવા આરોગ્યની ટીમ રાજકોટ આવશે
જેને લઈને આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. જેથી બન્ને માતા પુત્રના ચેપને ટ્રેસ કરવા માટે ગાંધીનગરથી આરોગ્યની ખાસ ટીમ આવવાની છે. જે ચેપના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરશે.