ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat new initiative: રાજકોટ મનપાની 175 સેવાનો લાભ WhatsAPPના માધ્‍યમથી લઇ શકાશે - List of T P Scheme

રાજ્યમાં મહાનગરપાલિકાની 175થી વધુ સેવાઓને “RMC on WhatsApp” નામના પ્રોજેકટ વડે વોટ્સ એપ (Digital gujarat) પર આપવાની શરુઆત કરાઈ છે. શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીએ આ (RMC on WhatsApp) સેવાને ખુલ્લી મૂકી હતી.

Gujarat new initiative: રાજકોટ મનપાની 175 સેવાનો લાભ WhatsAPPના માધ્‍યમથી લઇ શકાશે
Gujarat new initiative: રાજકોટ મનપાની 175 સેવાનો લાભ WhatsAPPના માધ્‍યમથી લઇ શકાશે

By

Published : Feb 25, 2022, 8:46 PM IST

Updated : Feb 25, 2022, 9:24 PM IST

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા પણ તેના હસ્‍તકની અનેકવિધ સેવાઓને તબકકાવાર પુરી પાડવા માટે તેને ડીજિટલ માધ્‍યમમાં આવરી લેવામાં આવેલ છે. ત્યારે આજે તા 25 ફેબ્રુઆરી 2022 મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌપ્રથમ વાર 175થી વધુ સેવાઓને “RMC on WhatsApp” નામના પ્રોજેકટ વડે Whats app પર આપવાની શરુઆત કરાઈ છે. ગુજરાતના શિક્ષણપ્રધાન (Minister of Education of Gujarat) જીતુભાઈ વાઘાણીએ આ સેવાને ખુલ્લી મૂકી હતી.

રાજયમાં પ્રથમ વખત આવી નવી પહેલ

વાઘાણીએ વધુમા જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ 175 સેવાઓ RMC. ઓન વોટસએપમાં આવરી લેવામાં આવી છે. તે બાબત ખૂબ જ પ્રસંશનિય છે. સમગ્ર રાજયમાં પ્રથમ વખત આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકાને સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ રાજકોટની જનતાને તેમના આંગળીનાં ટેરવે મોબાઇલમાં ઉપલબ્‍ધ બનેલી આ સેવાનો મહતમ લાભ મેળવવા અનુરોધ કરૂં છું. આ સેવામાં મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખ તથા વહિવટી પાંખનાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓ કોર્પોરેટરોના ફોન નંબર સાથેની વિગતો ઉપલબ્‍ધ છે.

આ પણ વાંચો:Junior Clerk Recruitment 2022: રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપવઘાણીએ વોટ્સએપ સેવાનું પ્રેઝન્‍ટેશન નિહાળી

કાર્યક્રમ દરમિયાન વાઘાણીએ આ વોટ્સએપ સેવાનું પ્રેઝન્‍ટેશન નિહાળીને ખુશી પણ વ્‍યકત કરી હતી. ત્યારબાદ જરૂરી સુચનો પણ કર્યા હતાં. Whats app લોકોને ટેક્સ્ટ મેસેજ, મલ્ટીમીડિયા મેસેજ, ઓડિયો અને વીડીયો ફાઈલો, PDF ફાઈલો વગેરેની સરળતાથી આપલે કરી શકાય તેવી સુવિધા પ્રોવાઈડ કરે છે. આ માટે લોકોએ (Services on mobile ) મહાનગરપાલિકાના Whats app નંબર +919512301973 પોતાના મોબાઈલ પર સેવ કરીને તેનાં પર Hi મેસેજ કરવાથી ચેટબોટ એક્ટીવેટ થશે જેમાં લોકો English અને ગુજરાતી એમ ભાષા સિલેક્ટ કરી શકશે.

વિવિધ 175 જેટલી સેવાઓનો મળશે લાભ

RMC on WhatsApp નો ઉપયોગ વડે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મિલ્કત વેરો, પાણી-દર, વ્યવસાય વેરો EC તેમજ RC , સ્પોર્ટ્સ યુટિલીટી, મહાનગરપાલિકાની સેવાઓને લગત ફરિયાદો, તમામ પ્રકારની સેવાઓ મેળવવા માટે જરુરી ફોર્મ, મહાનગરપાલિકાનાં વિવિધ ટેન્ડરો, મહાનગરપાલિકામાં ભરતી (Recruitment in the corporation)અંગેની જાહેરાતો, મહાનગરપાલિકાની વિવિધ ઝોનલ ઓફિસો, વોર્ડ ઓફિસો, આરોગ્ય કેન્દ્રોનાં એડ્રેસ જીઓ લોકેશન સાથે, (List of T P Scheme)મહાનગરપાલિકાની જુદી જુદી T P Scheme ની યાદી, મહાનગરપાલિકાનાં તમામ અગત્યનાં (corporators phone number) ફોન નંબર વિગેરેની વિગતો ઉપરોકત વોટ્સએપ ચેટ બોટ (whats app chat bot) પરથી ખૂબ જ સરળતાથી મેળવી શકાશે.

આ પણ વાંચો:રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે વચેટીયાઓની ઉઘાડી લૂંટ, છતાં તંત્રના આંખ આડા કાન

Last Updated : Feb 25, 2022, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details