ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Global Vibrant Summit 2022: ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ - ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ

ગુજરાતમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સવારે સમીક્ષા બેઠક (CM Bhupendra Patel Review Meeting) યોજી હતી, જેમાં બેઠક બાદ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ (postpone Gujarat Global Vibrant Summit 2022) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

CM Bhupendra Patel Review Meeting
CM Bhupendra Patel Review Meeting

By

Published : Jan 6, 2022, 1:41 PM IST

Updated : Jan 6, 2022, 1:56 PM IST

ગાંધીનગર:રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં 10, 11 અને 12 તારીખના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું પણ જે રીતે સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સવારે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં બેઠક બાદ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ (postpone Gujarat Global Vibrant Summit 2022) રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ (Flower show and kite festival canceled) કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ

સંક્રમણમાં થઇ રહ્યો છે સતત વધારો

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એક અઠવાડિયાથી સતત વધારો થઇ રહ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા રસીકરણ, ડ્રેસિંગ અને ટ્રેસિંગના પગલે સ્થિતિ મહદંશે નિયંત્રણમાં છે પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ ચલણમાં વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ

નવો વેરિયન્ટ ઓછો ઘાતકી

વાઇબ્રન્ટ સમિટ (Gujarat Global Vibrant Summit 2022) બાબતે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં 26 જેટલા દેશોએ ભાગ લીધો હતો પરંતુ જે રીતે રાજ્યમાં સંક્રમણ સતત વધી રહ્યું છે અને લોકો દોષનો ટોપલો સરકાર પર ના તોડે જેને જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા વેરિએન્ટએ અત્યારે ખૂબ જ હાનિકર્તા નથી પરંતુ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં અત્યારે જે કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં ડેથ રેટ ઓછો છે હોસ્પિટલ દાખલ થવું પડતું નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે સમીક્ષા બાદ કર્યો છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ

રાજ્યમાં છેલ્લા 7 દિવસના એક્ટિવ કેસની વિગતો

  • 30 ડિસેમ્બર 2371 કેસ
  • 31 ડિસેમ્બર 2962 કેસ
  • 1 જાન્યુઆરી 3927 કેસ
  • 2 જાન્યુઆરી 4753 કેસ
  • 3 જાન્યુઆરી 5858 કેસ
  • 4 જાન્યુઆરી 7881 કેસ
  • 5 જાન્યુઆરી 10,994 કેસ

મુખ્યસચિવ પંકજ કુમારે બોલાવી અરજન્ટ બેઠક

રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022 નારદ કરેલા નિર્ણય બાદ તાત્કાલિક ધોરણે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું છે, જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ખાસ બેઠક યોજાઈ રહી છે. આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં નવા નિયમોનો લાભ થઈ શકે છે જેમાં વિકેન્ડ કર્યું અને રાત્રિ કરફ્યૂના સમયમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાથ 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. નવી ગાઇડલાઇન્સમાં અનેક સુધારા- વધારા અને અનેક નિયંત્રણ લાગુ થઈ શકે છે.

આ પ્રકારનાં વેપલા પણ કરાયા હતા

ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit 2022)નું આયોજન માટે મહાત્મા મંદિર ખાતે કોરોનાની વૈશ્વિક મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આઈશોલેસન ડોમ અને ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા 2200 જેટલા કર્મચારીઓને વાઇબ્રન્ટ ગુજરાતની ડ્યુટી આપવામાં આવી હતી. તમામ કર્મચારીઓને પણ ચોવીસ કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022: કોરોનાના કહેરથી સમિટ મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022: હવે મોટા પ્રમાણમાં લોકો આવે તો પણ વાંધો નહીં, આઇસોલેશન અને ટેસ્ટીંગ ડોમ તૈયાર

Last Updated : Jan 6, 2022, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details