રાજકોટ : આગામી સમયમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી(Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે. જેને લઇને શહેરની AVPTI કોલેજમાં(, Rajkot In training started regarding assembly elections) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના રીટર્નીંગ ઓફિસર અને આસીસટન્ટ રીટર્નીંગ ઓફિસરો માટે 23 થી 26 ઓગસ્ટ સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઓફિસરોને ઈલેકશન મેન્યુઅલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સલાહ આપી હતી.
આ પણ વાંચો:સીદસર ઉમિયાધામના ટ્રસ્ટીએ પાટીદારોને લઈને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કરી આ માંગ
નિષ્ણાતો દ્વારા ટ્રેનીંગ - બિહારના ડેપ્યુટી ચીફ ઈલેક્ટોરલ ઓફિસર અને ટ્રેનિંગ એક્સપર્ટ અશોક પ્રિયદર્શની, નાસિકના એડીશનલ કલેકટર અને ટ્રેનિંગ એક્સપર્ટ અરૂણ આનંદકર અને ટ્રેનિંગ એક્સપર્ટ આર.કે. કર્મશીલ, ADEO અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર તેમજ AVPTI કોલેજના પ્રિન્સીપાલ ડો. એ.એસ.પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના આશરે 40 જેટલા RO તેમજ 57 જેટલા ARO ઉપસ્થિત રહ્યા હતા.