રાજકોટ : ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી મગફળીની પ્રતિ મણ રૂપિયા 1055 ના ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદી માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે જે 20 દિવસ સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે.
રાજકોટ જિલ્લાના 11 અને તાલુકાના 8 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન સ્થળ પર ખેડૂતોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે. ગોંડલ માર્કેટયાર્ડમાં અધિકારીઓની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળી રહ્યો છે.
રાજકોટના જિલ્લાના અને તાલુકાના 8 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન શરૂ એક ખેડૂત પાસે વધુમાં વધુ 2500 કિલો મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે.ગોંડલ ,જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જસદણ, વિંછીયા ખાતે ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે. ત્યારે ગોંડલમાં આજથી મગફળી ની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.
રાજકોટના જિલ્લાના અને તાલુકાના 8 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન શરૂ ગોંડલ માર્કેટયાર્ડમાં આજે 50 ટોકન જ ખેડૂતો ને આપવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રજિસ્ટ્રેશનની કામગીરી બંધ હોવાથી ખેડૂતો ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવી પોંહચ્યા હતા.પરંતુ ગોંડલના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા ન હતા. માટે ગ્રામ્યના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.ગોંડલ માર્કેટયાર્ડમાં રજિસ્ટ્રેશન સ્થળ પર ગોંડલ યાર્ડના અધિકારીઓની હાજરી હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું જોવા મળ્યું હતું.