- પ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણનો અનુરોધ
- નવરાત્રિને લઇને આર્ટિસ્ટ માટે સરકાર નિર્ણય લે
- કળાકારોને બે વર્ષથી પરિસ્થિતિ વિકટ છે ત્યારે તેમના માટે પણ વિચારો
રાજકોટ: ETV BHarat રાજકોટના સંવાદદાતા ભાવેશ સોંદરવાની ભજનિક હેમંત ચૌહાણ સાથે વાતચીતઃ
પ્રશ્ન: રાજ્ય સરકારે શેરી ગરબાની છૂટછાટ આપી છે આપ કલાકારની દ્રષ્ટિએ શું માની રહ્યાં છો?
જવાબ: આ પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી એકદમ વિકટ છે. તેમાં પણ કલાકારોને થોડી વધારે તકલીફ પડી છે. હજુ પણ બીજા ક્ષેત્રમાં તો થોડું થોડું કામ મળી રહે, જ્યારે આ ક્ષેત્ર એ જાહેરક્ષેત્રનું છે અને જાહેર લોકો સાથે રહેવાનું હોય છે. જેને લઈને કલાકારોએ પણ સમજીને ક્યાંય કોઈ પોગ્રામ કર્યા નથી. આ તમામ બાબતો જોતાં કલાકારો પણ થોડાક આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે સરકારે શેરી ગરબાની છૂટ આપી છે. ત્યારે પાર્ટી પ્લોટમાં પણ મોટું આયોજન હોય અને બહારના લોકો ઘુસી જાય અને કોરોનાનું સંક્રમણ થવાનો ભય રહેલો હોય છે જે કારણે નકારી શકાય નહીં, પરંતુ એક શેરીમાં ગરબા થતા હોય અને તેમાં પણ એક જ શેરીના માણસો આવશે તેવું નથી. કોઈ પણ માણસો આવી શકે છે એટલે શેરી ગરબામાં તો વધારે માણસોની ભીડ રહેશે અને એમાં પણ 400 માણસોને ભેગા થવાની છૂટ છે. જ્યારે એમ હજાર માણસો શેરી ગરબામાં થઈ જાય તો લાઠીચાર્જ કરી નહીં શકાય. શેરી ગરબાને છૂટ આપી છે તો પાર્ટી પ્લોટમાં ખૂબ જ પ્રોટોકોલ હોય છે. જ્યારે એમાં પણ જોખમ જેવું લાગતું નથી પરંતુ સરકારે જે નિર્ણય લીધી છે તે કલાકારોને મંજૂર છે.
પ્રશ્ન: પાર્ટી પ્લોટ અને મોટા ગરબા આયોજનને છૂટછાટ નથી આપવામાં આવી, જ્યારે મોટાભાગના કલાકારોને આ કાર્યક્રમોમાંથી રોજગારી મળે છે.
જવાબ: સરકારને પણ આ નિયમોને આધીન રહીને કામ કરવાનું હોય છે એટલે એક રફી કલાકારોના જ તરફેણમાં જો નિર્ણય લેવામાં આવે તો પણ તેનો વિરોધ થાય. જેને લઈને તટસ્થ રીતે પણ જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે કલાકારોને માન્ય જ છે. છતાં પણ એક કલાકાર તરીકે હું તમામ કલાકારો વતી સરકારને વિનંતી કરું છું કે જો શક્ય હોય અને પાર્ટી પ્લોટમાં ગરબાઓનું આયોજન થાય તે સલામત જ છે. તેમ છતાં અંતે સરકારનો જે નિર્ણય છે એ અમારા શિરે છે.
પ્રશ્ન: કોરોનાના કારણે ઘણા મોટા ગરબા આયોજકોએ સરકારના નિર્ણય પહેલાં જ ગરબા નહીં યોજવાની જાહેરાત કરી હતી આપ આ નિર્ણયને કેવી રીતે જુઓ છો?
જવાબ: કોરોના હજુ હાલમાં જ કાબૂમાં આવ્યો છે. જયારે આ આયોજકોએ છ મહિના અગાઉ જ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. જ્યારે એ સમયે કોરોના કાબૂમાં આવશે તેવી પણ આશા હતી નહીં તેવા સમયે આ નિર્ણય લેવામાં આવ્યો હશે. જ્યારે એવા સમયે સરકારના નીતિ નિયમોને આધીન જ રહેવાનું હોય છે.
પ્રશ્ન: નવરાત્રી દરમિયાન ગરબા રમતાં ખૈલૈયાઓને કંઈ અપીલ કરશો?
જવાબ: જ્યારે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાની છૂટ આપવામાં આવશે તો ત્યાં પણ ખૈલેયાઓ આનંદ કરે અને હાલમાં શેરી ગરબાના આયોજનને તો છૂટ આપવામાં આવી છે. જયારે તેઓ અહીં પણ નવરાત્રીમાં આનંદ લે તેવી મારી ભાવના છે.