ગુજરાત

gujarat

ETV Bharat / city

માનવતા લજવીઃ ગોંડલની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસરે દર્દીને પટાંગણમાં રજળતો છોડ્યો - મેડિકલ ડોકટર

ગોંડલ સરકારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ એક અજાણ્યા દર્દીને ઉધોગનગરમાંથી સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોકટરે પ્રાથમિક ચેકઅપ કરી દર્દીને પટાંગણમાં રેઢો મુકી દીધો હતો. ત્યાર બાદ બિમારીથી પીડાતા દર્દીને સમાજ સેવક અને પોલીસની મદદથી રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.

ગોંડલ સરકારી હોસ્પિટલ
ગોંડલ સરકારી હોસ્પિટલ

By

Published : Nov 2, 2020, 12:27 PM IST

  • સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસરે માનવતા નેવે મુકી
  • સમાજ સેવક અને પોલીસે માનવતા મહેકાવી દર્દીને રાજકોટ રીફર કર્યો
  • મેડિકલ ઓફિસર દ્વારા અનેકવખત દર્દીઓને હેરાન કરવાના કિસ્સા સામે આવ્યા
  • વારંવાર દર્દીઓને હેરાન કરવાના કિસાઓમાં સિવિલ અધિક્ષક બન્યા અજાણ

રાજકોટ: ગોંડલ જેતપુર રોડ ઉધોગનગર પાસે એક વ્યક્તિ તાવથી પીડાતો હોવાની 108 એમ્બ્યુલન્સ ને જાણ થતા ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, પરંતુ અજાણ્યા દર્દીની સારવાર કરવાની જગ્યાએ પ્રાથમિક ચેકિંગ કરી મેડિકલ ડોકટરને જાણે કામગીરી કરવામાં રસ ન હોય તેમ આ દર્દીને હોસ્પિટલના પટાંગણમા રેઢો મુક્યો હતો. જેને લઈ સમાજ સેવક પ્રફુલભાઈ રાજયગુરૂ, ડ્રાઈવર લાલુભાઈ સહિતના લોકો આ દર્દીની વ્હારે આવ્યા હતા.

ગોંડલ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર શકિના મેડમે માનવતા નેવે મુકીને આ દર્દીની સંભાળ લેવાની જગ્યાએ હોસ્પિટલના પટાંગણ મુકી દેતા પોલીસ અને સમાજ સેવકે માનવતા મહેકાવી હતી. આ અંગે મેડિકલ ડોકટર શકિના મેડમે આવુ કઈ થયું ન હોવાનું જણાવી લુલો બચાવ કર્યો હતો. આવા અનેક બનાવો દર્દીઓ સાથે બન્યા છે. સિવિલ અધિક્ષક જાણ હોવા છતાં કોઈ પણ પ્રકાર ના પગલાં લેવામાં આવતા નથી.

ABOUT THE AUTHOR

...view details