ગુજરાત

gujarat

ETV Bharat / city

જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ - Sheep area

પૂરનું પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળ્યું છે. પાછલા કેટલાય વર્ષોથી જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર અને ઓઝત ડેમ માંથી પાણી છોડવામાં આવે તો જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર વગર વરસાદે પાણીમાં ગરકાવ થઈ જાય છે. ગત દિવસો દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે વધુ એક વર્ષે જૂનાગઢ જિલ્લાનું ઘેડ વિસ્તાર જળમગ્ન બની ગયો છે.

varsad
જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ

By

Published : Sep 15, 2021, 10:15 AM IST

  • ઓજત અને ભાદર નદીના ધસમસતા પ્રવાહને કારણે જુનાગઢ અને પોરબંદર નો ઘેડ વિસ્તારમાં પાણી
  • પાછલા 30 વર્ષ થી જુનાગઢ અને પોરબંદરનો ઘેડ વિસ્તાર ચોમાસામાં બેટમાં ફેરવાય છે
  • અનેક સમસ્યાઓમાં દર વર્ષે ઘેડના લોકો ફસાય છે તેમ છતાં નથી થતી કોઈ કામગીરી

રાજકોટ : બે દિવસથી સતત જૂનાગઢ જિલ્લામાં અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું છે જેને પગલે જુનાગઢ જિલ્લાના માંગરોળ માણાવદર કેશોદ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાણાવાવ પંથકના ઘેડ વિસ્તારના ગામો ઓજત નદીમાં આવેલા ભારે પૂરને કારણે પાણીથી ભરાઈ ગયા છે. જૂનાગઢના મોટા જળાશયોનું પાણી અને સ્થાનિક નદીઓ ઓજત નદીમાં મળી રહી છે જેના કારણે પાણીનો ખૂબ મોટો પ્રવાહ ખેડ વિસ્તારના ગામોને જળમગ્ન કરી રહ્યો છે.

આ પણ વાંચો : ઉપરાષ્ટ્રપતિ નાયડુ, વડાપ્રધાન મોદી, લોકસભા સ્પીકર બિરલા આજે સંસદ ટીવી લોન્ચ કરશે

પાછલા 30 વર્ષ થી દર વર્ષે ચોમાસા દરમિયાન ઘેડ બની જાય છે પાણીમાં જળમગ્ન

પાછલા કેટલાય વર્ષોથી દર વર્ષે ચોમાસા દરમિયાન જૂનાગઢ જિલ્લાની ઓજત અને ભાદર નદી સાથે ધસમસતો પાણીનો પ્રવાહ ઘેડ પંથકના ગામો ને ડૂબાડૂબ કરી મૂકે છે. ઓજત નદીનો પ્રવાહ માંગરોળ અને કેશોદ પંથકના ઘેડના ગામોને વરસાદી પાણી થી ડુબાડી દે છે તો કુતિયાણા રાણાવાવ અને માણાવદર પંથકના ઘેડ વિસ્તાર પર ભાદર નદીનું પાણી ફરી વળે છે. જેને કારણે રાણાવાવ કુતિયાણા અને માણાવદર તાલુકાના ગામો પાણીમાં ગરકાવ થઈ જાય છે આ પરિસ્થિતિ પાછલા ત્રણ દાયકા થી જોવા મળે છે તેમ છતાં હજુ સુધી ઘેડ વિસ્તાર ને પુરના પાણીથી બચાવવા થી લઈને કોઈ વ્યવસ્થા હજુ સુધી થઇ નથી.

આ પણ વાંચો : સામાન્ય વધારા સાથે શરૂં થયું Share Market, સેન્સેક્સ માત્ર 40 પોઈન્ટ ઉછળ્યો

ABOUT THE AUTHOR

...view details