રાજકોટ: રાજકોટમાં ભાજપના 4 જેટલા કોર્પોરેટરો કોરોના પોઝિટિવ (BJP corporators Corona Positive) આવ્યા છે, જેને લઇને મેયર અને વિપક્ષ દ્વારા જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરીકાળ નહીં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ આ નિયમ જાહેર કર્યો હતો. જોકે ત્યારબાદ બુધવારે યોજાયેલી જનરલ બોર્ડમાં (General Board without question in Rajkot) કોઈપણ જાતની પ્રશ્નોત્તરી થઈ ન હતી. જનરલ બોર્ડ યોજાવાના આગલા દિવસે આ હોલમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું અને કોર્પોરેટરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
કોરોનાને કારણે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ પ્રશ્નોત્તરી વગર 5 મિનિટમાં પૂર્ણ અનામત પ્લોટને કોમર્શિયલ પ્લોટમાં ફેરવવાની દરખાસ્ત નામંજૂર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા ટીપી સ્કીમ 4માં હોસ્પિટલ હેતુ માટેના અનામત પ્લોટને કોમર્શિયલ વેચાણ હેતુમાં ફેરવવા માટેની દરખાસ્ત જનરલ બોર્ડમાં નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલ બનાવવાના પ્લોટનો કોમર્શિયલ વેચાણ માટે કેમ રાખી શકાય એ બાબતે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ બુધવારે આ દરખાસ્તને કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીના કોર્પોરેટરો દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Land Grabbing Rajkot: રાજકોટમાં ભાજપના નેતા વિરુદ્ધ નોંધાઇ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
આ પણ વાંચો: Rajkot Greenfield Airport : ગ્રીનફિલ્ડ એરપોર્ટના રનવેની કામગીરી પૂર્ણતાના આરે, કલેક્ટરે કરી સમિક્ષા