ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી - રાજકોટના તાજા સમાચાર

આગામી દિવસોમાં રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ ચૂંટણી પહેલાં રાજકોટ મનપાની છેલ્લી જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના 28 જેટલા વિવિધ કોર્પોરેટરોએ 39 જેટલા પ્રશ્નો પૂછવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી

By

Published : Oct 19, 2020, 4:39 PM IST

  • રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી
  • બેઠકમાં કોંગ્રેસ-ભાજપના કોર્પોરેટરોએ એકબીજા પર કર્યા આક્ષેપ
  • રોડ-રસ્તાના પ્રશ્નમાં મામલો ગરમાયો
  • કોર્પોરેટર્સ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ

રાજકોટઃ આગામી દિવસોમાં રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ ચૂંટણી પહેલાં રાજકોટ મનપાની છેલ્લી જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના 28 જેટલા વિવિધ કોર્પોરેટરોએ 39 જેટલા પ્રશ્નો પૂછવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ જનરલ બોર્ડ શરૂ થતાની સાથે વોર્ડ નંબર 13ના મહિલા કોર્પોરેટર જાગૃતિ ડાંગર દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાની હાલત અંગેનો સવાલ પૂછતાં મામલો ગરમાયો હતો.

ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરની આક્ષેપબાજી

જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો માત્ર એકબીજા પર જ આક્ષેપબાજી કરતા જોવા મળે છે. આ ઉપરાંત શહેરના વિકાસના મુદ્દાની ચર્ચા બન્ને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે આજે એટલે કે સોમવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં પણ લોકોના પ્રશ્નોની ચર્ચાને બદલે બન્ને પક્ષના કોર્પોરેટરો એકબીજા પર આક્ષેપ કરતા નજરે પડ્યા હતા.

રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી

જનરલ બોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

કોરોના મહામારી વચ્ચે પ્રજાના પ્રતિનિધિઓ જ જનરલ બોર્ડના સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. એકબીજા પર આક્ષેપ કરવામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને જાણે કોરોના જેવું કંઈ હોય નહીં એમ જ સામાન્ય સભાની જેમ વર્તન કરતા હતા. માત્ર નામનું જ સોશિયલ ડિસ્ટન્સ જનરલ બોર્ડની શરૂઆતમાં જોવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details