- વ્હાઇટ વાઘ-વાઘણની જોડી રાજકોટ ઝૂ માંથી લાવવામાં આવી
- ગૌરવ અને ગરિમા જોડી આગામી દિવસોમાં સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
- એક જળ બિલાડી અને દીપડાની જોડી રાજકોટ ઝુમાં આવી
સુરત : છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલા સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય હાલ જ સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોરોનાના કારણે સતત દોઢ વર્ષ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રહ્યું હતું.જ્યાં પ્રાણી સંગ્રહાલય શરૂ થતાં જ પાલિકા દ્વારા સુરતીઓ માટે નવલું નજરાણું લાવવામાં આવ્યું છે.ખાસ રાજકોટ ઝુ માંથી પાલિકા દ્વારા વ્હાઇટ વાઘ- વાઘણની જોડી લાવવામાં આવી છે.જેના અવેજમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય દ્વારા એક જળ બિલાડી અને દીપડાની જોડી રાજકોટ ઝુ ને સોંપવામાં આવી છે.હાલ બંને વાઘ- વાઘણને પંદર દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.બંનેના ભોજન સહિતની વ્યવસ્થા અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :Tokyo Olympics 2020: ભારતીય શૂટર્સ ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂત મેડલ માટે ક્વાલિફાય થવામાં નિષ્ફળ રહ્યા
હાલ સિંહણ દ્વારા બેબી સિંઘણને જન્મ આપવામાં આવ્યો
પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકો વાઘ- વાઘણને નિહાળી શકે તે માટે પંદર ઓગસ્ટથી આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા છ માસથી સુરત મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ઝુના સંચાલકો સાથે પત્રવ્યવહાર ચાલી રહ્યો હતો.જેના અંતે વ્હાઇટ વાઘ- વાઘણની જોડી આખરે સુરત સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવી છે.સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં હાલ સિંહણ દ્વારા બેબી સિંઘણને જન્મ આપવામાં આવ્યો છે,જે એક સારા સમાચાર સામે આવ્યા છે.જે બેબી સિંહનને પણ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે.જેને પણ આગામી દિવસોમાં મુલાકાતે આવતા લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે, જે સુરતના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
રાજકોટથી પ્રથમ વાર સુરત આવનાર ગૌરવ અને ગરિમા 14 દિવસ માટે ક્વાટેનટાઇન થયા આ પણ વાંચો : UNSCના પ્રમુખ તરીકે દરિયાઇ સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું જોર
15 ઓગસ્ટ બાદ લોકો આ જોડીને નિહાળી શકશે
ઇન્ચાર્જ ઝૂ સુપ્રીડેન્ટ રાજેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ ઝૂ પાસેથી રાજકોટ ઝૂ દ્વારા સુરત ઝૂ ને સફેદ વાઘ જોડી, શિયાળ જોડી અને સિલ્વર ફીઝનટ જોડી આપવામાં આવી છે. તેમજ સુરત ઝૂ ખાતેથી જળ બિલાડી જોડી તથા 1 દીપડા જોડી રાજકોટ ઝૂ ને આપવામાં આવી છે. હાલમાં ૧૫ દિવસ કવોરનટાઈન રાખવામાં આવ્યા છે. ૧૫ ઓગસ્ટ બાદ લોકો આ જોડીને નિહાળી શકશે.