ગુજરાત

gujarat

ETV Bharat / city

Garib Kalyan Mela 2022: રાજકોટમાં જીતુ વાઘાણીએ ચલાવી રીક્ષા, શિક્ષણપ્રધાનના અંદાજ પર લોકો ફિદા

રાજકોટ ખાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી રીક્ષા ચલાવતા જોવા મળ્યા હતા. તેઓ રાજકોટમાં ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Mela 2022)ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રીક્ષામાં તેમની સાથે રાજકોટના મેયર અને શહેર કોંગ્રેસ પ્રમુખ પણ સવાર થયા હતા.

Garib Kalyan Mela 2022: રાજકોટમાં જીતુ વાઘાણીએ ચલાવી રીક્ષા, શિક્ષણપ્રધાનના અંદાજ પર લોકો ફિદા
Garib Kalyan Mela 2022: રાજકોટમાં જીતુ વાઘાણીએ ચલાવી રીક્ષા, શિક્ષણપ્રધાનના અંદાજ પર લોકો ફિદા

By

Published : Feb 24, 2022, 5:36 PM IST

રાજકોટ: આજે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Mela 2022)ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વઘાણી રીક્ષા ચલાવતા નજરે પડ્યા (Jitu Waghani drove a rickshaw) હતા. તેમની સાથે રીક્ષામાં રાજકોટના મેયર (Mayor of Rajkot) પ્રદીપ ડવ અને શહેર કોંગ્રેસ પ્રમુખ (Rajkot City Congress President) કમલેશ મીરાણી પણ સવાર થયા હતા. શિક્ષણ પ્રધાને રાજકોટમાં રીક્ષા ચલાવી હોવાની વાત સામે આવતા થોડા સમય માટે વિસ્તારમાં પણ કાર્યકર્તાઓ (Rajkot BJP Workers)માં ઉત્સાહ જોવા મળ્યો હતો.

શિક્ષણપ્રધાન જીતુ વઘાણી રીક્ષા ચલાવતા નજરે પડ્યા.

વાઘાણીએ ગરીબ કલ્યાણ મેળો ખુલ્લો મુક્યો

આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે દાહોદથી 12માં તબક્કાના રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શ્રૃંખલાનો શુભારંભ કરાવ્યો હતો. જેના અનુસંધાને રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ (Atal bihari vajpayee auditorium rajkot) ખાતે શિક્ષણ પ્રધાન જિતુભાઇ વાઘાણી અને અરવિંદભાઇ રૈયાણીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાનો ગરીબ કલ્યાણ મેળો (Garib Kalyan Mela Rajkot Municipal Corporation) ખુલ્લો મુકાયો હતો.

નાગરિકોને સીધી બેંક ખાતામાં સહાય પહોંચાડવામાં આવી

આ દરમિયાન વાઘાણીએ જણાવ્યું હતું કે, 12માં તબક્કા અંતર્ગત યોજાયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના આયોજનો થકી રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને સીધી બેંક ખાતામાં તેમની સહાય પહોંચાડી શકી છે અને લોકોને સંતોષની અનુભૂતિ થઈ રહી છે. સમગ્ર રાજ્યના લોકોની સુખાકારી વધી છે અને નવા વિકાસલક્ષી પરિવર્તનોના પરિણામો સાંપડી રહ્યા છે.

રૂપિયા 5 કરોડથી વધુ રકમના લાભોનું વિતરણ

ગરીબ કલ્યાણ મેળા દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના કુલ 646 લાભાર્થીઓને રૂપિયા 5 કરોડ 14 લાખથી વધુ રકમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વાઘાણી અને મહાનુભાવોએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (rashtriya bal swasthya karyakram) અંતર્ગત મોબાઇલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં PGVCL, બેન્કિંગ, આરોગ્ય વગેરે વિભાગોની જાણકારી માટેના સ્ટોર પણ રાખવામાં આવ્યા છે તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન કોવિડ પ્રોટોકોલને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details