- જન્માષ્ટમી માટે રાજકોટવાસીઓને મળી રાહત
- રાજકોટ કોર્પોરેશને નાગરિકોને રાજી કર્યાં
- રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે ફરવાલાયક સ્થળો ખુલ્લાં રખાશે
રાજકોટ: જન્માષ્ટમીના તહેવારને બસ ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં કોરોના મહામારી વચ્ચે હવે લોકોએ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવવાની ફરજ પડી છે. ત્યારે રાજ્ય સરકારે જન્માષ્ટમી દરમિયાન લોકમેળાઓ યોજવાની મંજૂરી આપી નથી. જેના કારણે આગામી આવનારી કોરોનાની ત્રીજી લહેર ટાળી શકાય, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વખતે જન્માષ્ટમી તહેવારો દરમિયાન ફરવાલાયક સ્થળોને ખુલ્લા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્થળો કોરોનાની ગાઇડલાઇન સાથે ખુલ્લા રાખવામાં આવશે.
તહેવારોમાં ફરવાલાયક સ્થળો રહેશે ખુલ્લાં
જન્માષ્ટમી નિમિતે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોક મેળો યોજાય છે. એવામાં હજુ દેશમાંથી કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી. જ્યારે આરોગ્ય નિષ્ણાત દ્વારા કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં જન્માષ્ટમી દરમિયાન યોજાતા લોકમેળાઓ યોજવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેનાથી કોરોનાનો ચેપ અટકાવી શકાય. જ્યારે મેળાઓ બંધ રાખવામાં આવ્યાં છે પરંતુ ફરવાલાયક સ્થળો ખુલ્લા રાખવાની મનપાએ જાહેરાત કરી છે.