ગુજરાત

gujarat

રાજકોટમાં પ્રથમ નોરતે બાળાઓ PPE Kit સાથે ગરબે ઘૂમી

રાજકોટમાં પરંપરાગત રીતે યોજાતા ગરબાઓમાં આ વખતે નવીનતા જોવા મળી હતી. નોરતાના પ્રથમ દિવસે બાળાઓ PPE Kit સાથે ગરબા રમતી જોવા મળી હતી. જ્યારે રાજકોટમાં પ્રથમ વખત કોઈ ગરબી મંડળ દ્વારા PPE Kit સાથેના અનોખો ગરબા યોજાયા હતાં.

By

Published : Oct 8, 2021, 6:39 PM IST

Published : Oct 8, 2021, 6:39 PM IST

રાજકોટમાં પ્રથમ નોરતે બાળાઓ PPE Kit સાથે ગરબે ઘૂમી
રાજકોટમાં પ્રથમ નોરતે બાળાઓ PPE Kit સાથે ગરબે ઘૂમી

  • રાજકોટમાં પ્રથમ નોરતામાં કોરોના થીમ
  • બાળાઓ PPE કીટ સાથે ગરબે ઘૂમી
  • ગરબી મંડળે PPE કીટ સાથે ગરબા યોજ્યાં

રાજકોટઃ દેશમાં વિધિવત રીતે નવરાત્રીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે નવરાત્રીનો પ્રથમ દિવસ હતો. જ્યારે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીની લઈને શેરી ગરબાઓની છૂટ આપવામાં આવી છે. ત્યારે પ્રથમ દિવસે રાજકોટના અલગ અલગ વિસ્તારના શેરી ગરબાઓ યોજાયા હતાં.

PPE કીટ સાથે બાળાઓના અનોખા ગરબા
નવરાત્રીના પ્રથમ નોરતે રાજકોટમાં PPE kit પહેરીને બાળાઓએ અનોખા ગરબા કર્યા હતાં. વિશ્વમાં કોરોનાની મહામારી હજુ પણ નાબૂદ નથી થઈ. રાજકોટના પવનપુત્ર ગરબી મંડળ દ્વારા કોરોનાની થીમ સાથે ગરબી યોજવામાં આવી હતી. જેમાં રાસ દરમિયાન કોરોના વોરિયર્સની પણ વાત કરવામાં આવી હતી. તેમ જ કોરોનામાં રાખવામાં આવતી કાળજીનો પણ સંદેશો પણ આપવામાં આવ્યો હતો. પવનપુત્ર ગરબી મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવે છે.

ગરબી મંડળ દ્વારા PPE Kit સાથેના અનોખો ગરબા યોજાયા

પોલીસ દ્વારા પણ ફ્લેગ માર્ચ યોજવામાં આવી

નવરાત્રીના પ્રથમ નોરતે રાજકોટ પોલીસ દ્વારા પણ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી. જ્યારે રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીને લઈને જાહેર કરેલા નીતિ નિયમોનો ચુસ્તપણે અમલ થયા તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમિયાન DCP, ACP, PI, PSI સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ ખડેપગે જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગેટ ટૂ ગેધરના નામે બેંકવેટમાં ગરબા કરવા પડ્યા ભારે, પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો

આ પણ વાંચોઃ રાજકોટમાં નવરાત્રિના 2 દિવસ પહેલા 2 અલગ અલગ વિસ્તારમાં કોરોનાના 2 કેસ નોંધાતા ગરબાનું આયોજન હવે નહીં થાય

ABOUT THE AUTHOR

...view details