રાજકોટ:સરકાર દ્વારા ગુજરાતની પરંપરા ગણાતા એવા નવરાત્રીનાં ગરબાનાં(Rajkot Navratri Festival) મોટા આયોજનો પર 18 ટકા GST લાદવામાં આવ્યો છે ત્યારે સરકારનાં આ નિર્ણયનો ઠેર-ઠેર ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે સરકાર પણ જાણે આ નિર્ણય પરત લેવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે GST લાગુ કર્યા બાદ થતા વિરોધ સામે સરકારે હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી નથી ત્યારે રાજકોટનાં ગરબા સંચાલકે(Garba manager of Rajkot) સરકારનાં આ નિર્ણયનું માન જળવાય અને ખેલૈયાઓ પરGST નો બોજ ન પડે તે માટે GST પોતે જાતે ભોગવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:GST on Garba Pass : વડોદરામાંથી સામે આવી સંચાલકો અને ખેલૈયાઓની નારાજગી
16 વર્ષથી રેસકોર્સ ખાતે નવરાત્રીનું આયોજન -આ અંગે રાજકોટના સુરભી ગ્રૂપના પ્રેસિડેન્ટ(President of Surabhi Group Rajkot) વિજય વાળાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 16 વર્ષથી રેસકોર્સ ખાતે નવરાત્રીનું આયોજન(Navratri organized at Rajkot Racecourse) કરે છે. આ તકે તેઓ દ્વારા જણાવ્યું હતું કે તેમને જાણવા મળ્યું કે સરકારે ગરબાના પાસ(Gujarati Garba GST on Passes) ઉપર પણ GST જાહેર કર્યો છે ત્યારે તેઓ દ્વારા સરકારને વિનંતી છે કે આ ટેક્સ રદ્દ કરવો જોઈએ કારણ કે તેમના જેવા કોમર્શિયલ આયોજનમાં પણ વાહન પાર્કિંગ અને પાણી સહિતની વસ્તુઓ તદ્દન ફ્રી આપવામાં આવતી હોય છે અને લોકોમાં પારિવારિક માહોલ ફેલાય અને લોકો આનંદ માણે તે તેમનો મુખ્ય ઉદ્દેશ છે.