ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં આ વર્ષે યોજાયા ફેમેલી ગરબા, લોકો પોતાના ઘરમાં ગરબે ઘૂમ્યા - ગરબા

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આ વખતે નવરાત્રિ દરમિયાન ગરબા ન રમવા ગુજરાત સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. તો આ સાથે ગરબા પર પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. રાજકોટમાં લોકોએ આ વખતે શેરી કે પાર્ટ પ્લોટમાં નહીં પરંતુ પોતાના ઘરમાં ગરબા રમ્યા હતા.

ઘરમાં ગરબાનું આયજોન
ઘરમાં ગરબાનું આયજોન

By

Published : Oct 18, 2020, 8:53 PM IST

Updated : Oct 18, 2020, 9:17 PM IST

  • ગુજરાતમાં ગરબા રમવા પર પ્રતિબંધ
  • રાજકોટમાં લોકો ઘરમાં ગરબે ઘૂમ્યા
  • જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા નહીં યોજાઇ

રાજકોટઃ કોરોનાની મહામારી વચ્ચે હવે વિધિવત રીતે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાના કારણે સરકાર દ્વારા જાહેર ગરબા આયોજન પર પ્રતિબંધ ફરમાવામા આવ્યો છે. જોકે રાજકોટની જનતાએ કોરોનાના કારણે ઘરમાં જ ફેમિલી સાથે ગરબા રમવાનું આયોજન કર્યું હતું.

ઘરમાં ગરબાનું આયજોન

લોકોએ ઘરમાં ગરબાનું આયોજન કર્યું

શહેરના હનુમાનમઢી ચોક નજીક આવેલા તિરુપતિ સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ફેમિલી મેમ્બર સાથે જ ટ્રેડીશનલ ડ્રેશ પહેરીને માસ્ક સાથે ઘરમાં જ ગરબા રમ્યા હતા અને નવરાત્રિની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટના કેટલીક જગ્યાએ ઓનલાઈન ગરબાનું પણ આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે.

Last Updated : Oct 18, 2020, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details