ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રિને લઈ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ, ભાવવધારો છતાં ચણિયાચોળીની ધૂમ ડિમાન્ડ - new garba steps for navratri

રાજકોટમાં નવરાત્રિને લઈને ગરબારસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી (Navratri festival in Rajkot) રહ્યો છે. તેમાં પણ હવે નવરાત્રિને 2 દિવસ બાકી હોવાથી બજારમાં પણ ખરીદીમાં ભીડ (navratri celebration) જોવા મળી રહી છે. આ વખતે પરંપરાગત વસ્ત્રોમાં ભાવવધારો ઝિંકાયો હોવા છતાં ગરબારસિકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.

નવરાત્રિને લઈ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ, ભાવવધારો છતાં ચણિયાચોળીની ધૂમ ડિમાન્ડ
નવરાત્રિને લઈ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ, ભાવવધારો છતાં ચણિયાચોળીની ધૂમ ડિમાન્ડ

By

Published : Sep 24, 2022, 2:28 PM IST

રાજકોટરાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ગરબા રસિકો (navratri celebration) ગરબે ઝૂમી નથી શક્યા. ત્યારે આ વખતે તેમની આતુરતાનો અંત આવ્યો છે. રાજકોટમાં પણ ગરબા રસિકો નવરાત્રિ (Navratri festival in Rajkot) શરૂ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે અહીંની બજારોમાં વિવિધ પ્રકારની ચણિયાચોળી, પરંપરાગત વસ્ત્રો સહિત ઘરેણાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે.

આ વખતે સ્પર્ધા થશેશહેરમાં આ વખતે ઠેરઠેર પાર્ટી પ્લોટમાં ગરબાની સ્પર્ધા પણ થવાની છે. તેમાં પણ જીતવા માટે ગરબા રસિકો (Garba Lovers preperation for Navratri) તૈયારી કરી રહ્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વખતે પટોળા, દુપટ્ટા સહિત નવી વેરાયટીની માગમાં વધારો થયો છે. 2 વર્ષ પછી ખરીદીમાં માહોલ જામ્યો હોવાથી વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે.

ગરબારસિકોએ કરી ગરબાની પ્રેક્ટિસ

ગરબારસિકોએ કરી ગરબાની પ્રેક્ટિસનવરાત્રિમાં ગરબા રસિકો (Garba Lovers preperation for Navratri) અત્યારથી જ ગરબાની પ્રેક્ટિસ (garba practice) કરી રહ્યા છે, જેથી નવરાત્રિમાં (Navratri festival in Rajkot) કોઈ વાંધો ન આવે. આ વખતે 2 વર્ષ પછી નવરાત્રિનું મોટા પાયે આયોજન થતું હોવાથી ગરબા રસિકો ગરબાના નવા નવા સ્ટેપ્સ (new garba steps for navratri) શીખ્યા છે.

12 વાગ્યા પછી પણ ખૂલ્લી રહેશે બજાર તાજેતરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની બજારો ખૂલ્લી રહેશે. એટલે તો ગરબા રસિકોના આનંદમાં અનેકગણો વ(Navratri festival in Rajkot) ધારો થયો છે. એટલે 12 વાગ્યા રસિકો સુધી ગરબા ઝૂમશે ને ત્યારપછી પેટનો ખાડો પૂરશે.

ABOUT THE AUTHOR

...view details