ગુજરાત

gujarat

ETV Bharat / city

ફૂલઝર-2 ડેમ છલકાયો, મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ, વાહનવ્યવહાર ખોરવાયો

બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન છે જેને લઇને ચારેકોર જળબંબાકાર જોવા મળે છે. રાજકોટની વાત કરીએ તો મોટી પાનેલીમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આવી અવિરત મેઘમહેરથી ફૂલઝર-2 ડેમ છલકાઈ ગયો છે. અને પાણીનો પ્રવાહ ચાલુ રહેતાં ઝાડ પડી જતાં મોટી પાનેલીના માર્ગ પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.

ફૂલઝર-2 ડેમ છલકાયો, મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ, વાહનવ્યવહાર ખોરવાયો
ફૂલઝર-2 ડેમ છલકાયો, મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ, વાહનવ્યવહાર ખોરવાયો

By

Published : Jul 7, 2020, 4:11 PM IST

રાજકોટઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પર સતત બીજા દિવસે પણ અવિરત મેંઘ મહેર ચાલુ રહેતાં ફુલઝર -૨ ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઉપરથી બે ફૂટ જેટલા પાણીનો પ્રવાહ ચાલુ છે. પાનેલીના રસ્તા પર ઠેરઠેર પાણી જ પાણી જ દેખાય છે. ખારચીયા - કોલકી ગામ વચ્ચે વૃક્ષ પડતાં થોડીવાર પૂરતો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ખારચીયા-પાનેલી વચ્ચે રસ્તા પર પાણી ફરી વળતાં જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેતરોના ખેતરો ધોવાઈ ગયાં છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે.

ફૂલઝર-2 ડેમ છલકાયો, મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ, વાહનવ્યવહાર ખોરવાયો

ઉપરવાસના ગામો માંડાસણ, બુટાવદર, સાતવડી, હરિયાસણમાં પણ ધોધમાર વરસાદ પડયો છે. સાતવડી અને માંડાસણ ગામનો ક્રોઝ વે પાણીમાં ગરકાવ થઇ જતાં પાનેલી સાથે સંપર્ક તૂટી ગયો છે. ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details