ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

જસદણમાંથી પોલીસે ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી - એલ.સી.બી

જસદણના સોમપીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ LCBએ શોધી કાઢી છે. દારૂ બનાવવાની મીની ફેકટરી રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી અને ચાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.

ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
author img

By

Published : Feb 22, 2021, 10:08 AM IST

  • કુલ 9,34,910 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
  • રહેણાંક મકાનમાં ચાલતી હતી દારૂ બનાવવાની મીની ફેક્ટરી
  • રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

રાજકોટ: જસદણના સોમપીપળીયા ગામે દિનેશભાઇ કુકાભાઈ ડાભીના રહેણાંક મકાનમાં રાજકોટ રૂરલ LCBએ રેડ કરતા ઇંગ્લીશ દારૂની મીની ફેક્ટરી ચલાવતા ચાર આરોપીની ધરપકડ કરી હતી. ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધન-સામગ્રી રૂપિયા 53,600 તૈયાર વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-1394 કિંમત રૂપિયા 1,56,250 , બેરલ અને કેરબામાં રહેલા વિદેશી દારૂ લીટર- 910 કિંમત રૂપિયા 3,64,000, વાહન સ્વીફટ કાર એક કિંમત રૂપિયા 3,00,000, મોબાઇલ ફોન નંગ-03 કિમત રૂપિયા 61,000 એમ કુલ કિંમત રૂપિયા 9,34,910 નો મુદ્દામાલ પકડ્યો હતો.

આરોપીઓમાં મોટાભાગના મૂળ રાજસ્થાની

હસમુખભાઈ ઉર્ફે હસો, નારણભાઈ શકોરિયા પોતાના મળતીયાઓ સાથે મળીને ડુપ્લીકેટ વિદેશી દારૂનો બનાવવાનો કલર, સીલ કરવા માટેના મશીન, ખાલી બોટલો, તથા બોટલ પર ઢાંકણા તથા સીલ, કેમીકલ તથા બોટલ પર લગાવવાના સ્ટીકર વગેરે જેવો કાચો માલ બહારના રાજ્યમાંથી મંગાવી અહીં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચતો હતો.

આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

પકડાયેલા આરોપીઓમાં દિનેશભાઇ કુકાભાઇ ડાભી, પંકજ માનજી પાટીદાર,સુરેશ જાંગીડ ,હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા, હસમુખભાઈ ઉર્ફે હસો, નારણભાઈ શકોરિયા વિરૂદ્ધ અગાઉ ભાડલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના એક ગુનામાં અટક કરવા પર બાકી છે. તેમજ અન્ય ત્રણ ગુનાઓ પણ તેમના વિરૂદ્ધ દાખલ થઇ છે. આરોપી પંકજ માનજી પાટીદાર વિરૂદ્ધ પણ રાજસ્થાનમાં રાજ્યમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના કેસ થયો છે.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યા

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એમ.કોલાદરા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, પોલીસ કોન્સ્ટેબલ રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, મેહુલભાઇ સોનરાજ, રસીકભાઇ જમોડ, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ દવે વિગેરે સ્ટાફે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details