- રાજકોટમાં ABVP દ્વારા નિ:શુલ્ક સેનેટાઈઝની સેવા શરૂ કરવામાં આવી
- રાજકોટવાસી આ સેવાનો લાભ લઈ રહ્યા છે
- છેલ્લા 5 દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે
રાજકોટઃ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે, રાજકોટમાં AVBPના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેનો મોટા પ્રમાણમાં રાજકોટવાસીઓ લાભ લઇ પોતાના ઘરને સેનેટાઈઝેશન કરાવી રહ્યા છે. આ સેવા, રાજકોટમાં છેલ્લા 5 દિવસોથી શરૂ કરવામાં આવી છે. દરરોજ પોતાના ઘરને સેનેટાઈઝેશન કરાવવા માટે અનેક લોકોના ફોન આવી રહ્યા છે. હાલ, રાજકોટ AVBPની ટિમ દ્વારા પણ દરરોજ 3થી 5 જેટલા ઘરને સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: પરિવાર હો સાથ તો હર મુશ્કિલ હો પાર - 22 સભ્યોના પરિવારે આપી કોરોનાને માત
છેલ્લા 5 દિવસમાં 47થી વધુ ઘરોને કર્યા સેનેટાઇઝ
દેશમાં કોરોના નામની મહામારીનો પહોંચી વળવા માટે અનેક સામાજિક સંસ્થાઓ નિઃશુલ્ક સેવાઓ આપી રહી છે. જેમાં ઓક્સિજન, મેડીકલ સેવા, નિઃશુલ્ક ભોજન સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. તેમા, રાજકોટ AVBP દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા છેલ્લા 5 દિવસથી શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધીમાં 47થી વધુ ઘરોને નિઃશુલ્ક સેનેટાઈઝેશન કરવામાં આવ્યા છે. આ સુવિધાનો રાજકોટવાસીઓ પણ મોટા પ્રમાણમાં આ સેવાનો લાભ લઇ રહ્યા છે. AVBP દ્વારા આ સેવા માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.