- શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં કરોડોની છેંતરપીંડી
- 3 માસ પહેલા નોંધાયો હતો ગુનો
- 5957 પેઇજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી
રાજકોટ: રાજકોટ શહેરના ઢેબર રોડ પર શ્રીમદ ભવનમાં બીજા માળે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી સમગ્ર મામલે કુલ 4200 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું. ભક્તિનગર પોલીસને મળેલી લેખિત ફરિયાદ મુજબ કુલ 358 થાપણદારોએ 23.46 કરોડ રૂપિયાની પોતાની સાથે છેંતરપીંડીની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે પોલીસે 84 દિવસની તપાસને અંતે આ પેઢીના ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 5,957 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
આ પણ વાંચો:કેનેરા બેંકના ATM સાથે ચેડાં કરી છેતરપિંડી કરતી ગેંગના આરોપીની ધરપકડ
4200 થાપણદારો 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું 3 માસ પહેલા ગુનો નોંધાયો હતો
સમગ્ર મામલે મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલભાઇ રૈયાણી અને મેનેજર વિપુલ રતિલાલ વસોયા પર 84 દિવસની તપાસને અંતે ગઇકાલે 5957 પેઇજની ચાર્જશીટ આરોપીઓ વિરૂદ્ધ તૈયાર કરી પોલીસે કોર્ટમાં રજૂ કર્યુ છે. નોંધનીય છે કે પોલીસે તપાસ દરમિયાન આરોપીઓની 25 કરોડ જેવી મિલકતો પણ શોધી કાઢી હતી. જે ટાંચમાં લેવાની કાર્યવાહી માટે રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.રાજકોટ રામેશ્વર શરફી મંડળી 60 કરોડ જેટલા રૂપિયાનું ફુલેકુ ફેરવનારપર પેઢીના ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 5,957 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.