- મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વખત જૂનાગઢની મુલાકાતે
- ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં રૂપાણી પરિવારના કુળદેવીના કર્યા દર્શન
- વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના સારા પ્રદર્શનની કુળદેવી સમક્ષ કરી પ્રાર્થના
જૂનાગઢ: પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુરુવારે તેમના ધર્મપત્ની અંજલી સાથે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં આવેલા રૂપાણી પરિવારના કુળદેવીના દર્શનાર્થે પધાર્યા હતા. મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ વિજય રૂપાણીની આ પ્રથમ જૂનાગઢ મુલાકાત હતી. પોતાના વતન ચણાકામાં આવતા ગામ લોકોએ રૂપાણી દંપતીનું ભારે ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને રૂપાણી દંપતી સાથે કુળદેવીના દર્શન માટે પણ સાથે જોડાયા હતા. રૂપાણી દંપતીએ તેમના કુળદેવી સમક ધ્યાનમગ્ન બનીને તેની પૂજા કરી હતી.
આ પણ વાંચો: વિજય રૂપાણીએ નીતિન પટેલ અને નારણ કાછડીયા વચ્ચેના વિવાદની ઘટનાનને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ