- રાજકોટમાં ઓક્સિજનની અછત નહીં
- શાપર અને મેટોડામા ઓક્સિજન પ્લાન્ટ્સ સતત કાર્યરત
- ઓક્સિજન પ્લાન્ટ્સ 24 કલાક વીજ પુરવઠો મળી રહે તેમાટે ખાસ એક્શન પ્લાન
રાજકોટ: કોરોનાના દર્દીઓને સતત ઓક્સિજનની માગને પહોંચી વળવા શાપર અને મેટોડામા ઓક્સિજન પ્લાન્ટ્સ સતત કાર્યરત છે. કોઈપણ પ્રકારની અડચણ વગર આ પ્લાન્ટને સતત 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
ઇમર્જન્સી ટીમ તૈનાત
શાપર ખાતે હાલ ચાર પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન ચાલી રહ્યું છે. અહીં પી.જી.વી.સીએલ.ના એન્જીનીયરને ખાસ ફરજ સોંપવામાં આવી છે. શાપર ખાતે ત્રણ સબ-સ્ટેશન દ્વારા ચાર ફીડર (લાઈન) કાર્યરત છે. તેમજ પીજીવીસીએલની ટીમ દ્વારા સબ સ્ટેશન તેમજ ફીડર ખાતે ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. સાથોસાથ એક ઇમર્જન્સીમાં ટીમ જરૂર પડે તો કાર્યવાહી કરી શકે તે માટે અનામત રાખવામા આવી છે.
આ પણ વાંચો : રાજકોટના મારવાડી પરિવારનો અનુભવ, સારવાર લેવા માટે સિવિલ છેલ્લો નહિ, પરંતુ પહેલો ઓપ્સન હોવો જોઈએ
મેટોડા ખાતે બે ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત
રાજકોટના મેટોડા ખાતે બે ઓક્સિજન પ્લાન્ટ હાલ કાર્યરત છે, પ્લાંટ ખાતે જુનિયર એન્જીનીયર ફરજ બજાવી રહ્યા છે. તેઓએ ફેક્ટરી મલિક સાથે તેમજ ફીડર મોનીટરીંગ ટીમ સાથે સતત સંકલનમાં રહેવાનું હોય છે. તેમની એક ટીમ ત્રણે ફીડરો પર ધ્યાન રાખતી હોઈ છે, કોઈ ફોલ્ટ આવે તો તુરંત જ તેના દ્વારા મુખ્ય મથકે જાણ કરવામાં આવે છે. જો કોઈ ઇમર્જન્સીમાં ફીડર કે સબ-સ્ટેશન પર પાવર સપ્લાય બંધ કરવાની જરૂર પડે તો પણ આ ટીમને જાણ કરવી પડે છે. જેથી ફેકટરીમાં તેઓ પાવર કટ અંગે કહી શકાય. જો કે હજુ સુધી એકપણ વાર પાવર કટ થયો હોઈ તેવું બનવા પામ્યું નથી.
વંટોળને કારણે કોઈ નુક્શાન નહીં
છેલ્લા કેટલાક દિવસોથી માવઠા તેમજ વંટોળની પરિસ્થિતિમાં પણ બંને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઓક્સિજન પ્લાન્ટમાં પાવર ફેલ્યોરની ઘટના બનવા પામી નથી. હાલ 24 કલાક રાઉન્ડ ઘી ક્લોક આ બધા ઓક્સિજન પ્લાન્ટમાં પાવર સપ્લાય કોઈપણ સંજોગોમાં જળવાઈ રહે તે માટે પી.જી.વી.સી.એલ દ્વારા ખાસ ટાસ્ક ફોર્સ બનાવી ઓક્સીઝ્ન રૂપી પાવર કુલ કામગીરી કરી રહ્યો છે.