ગુજરાત

gujarat

ETV Bharat / city

મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ભેળશેળયુક્ત દૂધનું ટેન્કર ઝડપ્યું

સાતમ આઠમના પર્વ દરમિયાન દૂધની બનાવટમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતું હોય છે. જે અટકાવવા ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ Sale of adulterated food items કરી મનુષ્યના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળી હતી. પૂર્વ બાતમીના આધારે 4000 લીટર ભેળસેળયુક્ત દૂધનું ટેન્કર Tanker of adulterated milk ઝડપાયું હતું.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગે પવિત્ર શ્રાવણ માસમાં ભેળશેળયુક્ત દૂધનું ટેન્કર ઝડપ્યું
મહાનગરપાલિકાના ફૂડ વિભાગે પવિત્ર શ્રાવણ માસમાં ભેળશેળયુક્ત દૂધનું ટેન્કર ઝડપ્યું

By

Published : Aug 16, 2022, 10:05 PM IST

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને Food Department of Rajkot Municipality મળેલા માહિતી પ્રમાણે શહેરમાં ભેળસેળયુક્ત દૂધ સપ્લાય Supply of adulterated milk થતું હોવાની શંકાને આધારે બી ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે અટકાયત કરેલા ટેન્કરમાં દૂધને સપ્લાય કરતાં સાજણ લાખા કરમટાની પૂછપરછ કરતાં તેઓ જય માતાજી ચિલિંગ સેન્ટરથી દૂધને સપ્લાય કરતાં હોવાનું જણાવેલું હતું. હાલ વાહનમાં રહેલા ટ્રન્કમાં આશરે 4000 લીટર મિક્સ દૂધ લુઝ હોવાનું જણાવેલું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ Food Safety and Standards Act 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ શંકાસ્પદ દૂધના જથ્થામાંથી મિક્સ દૂધ લુઝનો નમૂનો લેવામાં આવેલો છે.

જય માતાજી ચિલિંગ સેન્ટરથી દૂધને સપ્લાય કરતાં હોવાનું જણાવેલું હતું. હાલ વાહનમાં રહેલા ટ્રન્કમાં આશરે 4000 લીટર મિક્સ દૂધ લુઝ હોવાનું જણાવેલું હતું.

આ પણ વાંચોરાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું

16 નમૂનાની ચકાસણીરાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ Rajkot Municipal Food Department Team દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારોને Festivals of Shravan month અનુલક્ષીને ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન Food safety on wheels van સાથે નંદનવન મેઇન રોડ, મવડી વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ હતું. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 21 પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી દૂધ, દુધની બનાવટ, ફરાળી પેટીસ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વગેરેના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલી હતી.

પોલીસે ટેન્કર લઈ નિકળેલા સાજણ લાખા કરમટા અને જીગર માલદે ગમારાને પોલીસે ઝડપી પાડ્યા છે.

અન્ય સ્થળે તપાસઆ ચકાસણીમાં મિલન ખમણ, શ્રીજી કેક શોપ, શ્રીજી આઇસક્રીમ, શ્રી રામકૃપા ફરસાણ, ખોડલ મૈસૂર ફેંન્સી ઢોસા, શ્રીનાથજી કોઠી આઇસક્રીમ, બજરંગ પાન & કોલ્ડ્રિંક્સ, ઓમ ડ્રાઇફ્રુટ વર્લ્ડ, રસરંજન આઇસક્રીમ, ડી. કે. લાઇવ બેકરી, કિરણ બેકર્સ, એવરેસ્ટ કોલ્ડ હાઉસ, શિવ સુપર માર્કેટ, આઇ વરુડી ડેરી ફાર્મ, મૈત્રી ખાખરા, નંદનવન ડેરી ફાર્મ, મનમંદિર ડેરી ફાર્મ, ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સ, પટેલ ફરસાણ, ગીતા પ્રોવિઝન સ્ટોર, જય ખોડિયાર ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ પણ વાંચોલઠ્ઠાકાંડ પછી પણ દારૂનું વેચાણ પૂરજોશમાં, વેચનારાઓએ હવે અપનાવ્યો નવો નૂસખો

4000 લીટર દૂધના કબ્જેપોલીસે ટેન્કર લઈ નિકળેલા સાજણ લાખા કરમટા અને જીગર માલદે ગમારાને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બનાવટી દૂધ મીઠાઈ બનાવવા ઉપયોગ લેવાતું હોવાની શંકા જણાતા હાલ દૂધના સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલી ભેળસેળયુક્ત દૂધનો નાશ કરવા તજવીજ હાથ ધરી હતી. હાલ આ બનાવમાં 4000 લીટરના જથ્થાને કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details