- રાજકોટમાં દિવાળી પૂર્વે ફૂડ વિભાગનું ચેકિંગ
- જુદાં જુદાં વિસ્તારોમાં ડ્રાયફ્રુટ અને ઘીના નમૂના લીધાં
- 24 કિલોગ્રામ જેટલો અખાદ્ય પદાર્થ મળ્યો જેનો નાશ કરાયો
રાજકોટઃઆજે ફૂડ વિભાગ ( Rajkot Health Department ) દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 17 જેટલી ખાદ્યપદાર્થોની દુકાનમાં ચેકિંગ ( Food Checking Drive ) કરવામાં આવ્યું હતું. જે દરમિયાન 24 કિલોગ્રામ જેટલો અખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો. આ તમામ અખાદ્ય પદાર્થોનો ફૂડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
ખાદ્યપદાર્થોની 17 દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું
રાજકોટ ફૂડ વિભાગ ( Rajkot Health Department ) દ્વારા આજે શહેરના કુવાડવા રોડ, યુનિવર્સિટી રોડ, મોરબી બાયપાસ રોડ, સંતકબીર રોડ પરની વિવિધ 17 જેટલી ખાદ્યપદાર્થોની દુકાનો પર ચેકિંગ ( Food Checking Drive ) કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સોસ, વાસી ચટણી, સડેલા બટાટા, વાસી તીખું પાણી, વાસી બ્રેડ સહિતનો આખાદ્ય પદાર્થ દુકાનોમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન અંદાજીત 24 કિલોગ્રામ જેટલો અખાદ્ય પદાર્થ ઝડપાયો હતો. જેનો ફૂડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે અખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.