- રાજકોટમાં દુષિત પાણીનો મામલો
- મેયર દ્વારા તમામ વોર્ડમાં પાણીના સેમ્પલ લેવાનો આદેશ
- નળ અને બોરના પાણીના સેમ્પલ લેવામાં આવશે
રાજકોટઃ તાજેતરમાં જ રાજકોટના મેયર અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર એવા પ્રદીપ ડવના વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા (polluted water in Rajkot) સર્જાઇ હતી. જેને લઈને 15થી વધુ સ્થાનિકોને ઝાડા ઉલ્ટી થયા હતા. જ્યારે આ મામલે મેયર પ્રદીપ ડવ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને વિસ્તારમાં આવતા પાણીના સેમ્પલ લઈ (mayor ordered to take water samples)ને તાત્કાલિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 12 બાદ વોર્ડ નંબર 17માં પણ આ પ્રકારની દુષિત પાણીની સમસ્યા સામે આવી હતી. જેને રાજકોટ દુષિત પાણીની સમસ્યાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો, ત્યારે મેયરે તમામ વોર્ડમાં વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્પલ લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
નળ અને બોરના પાણીના સેમ્પલ લેવામાં આવશે
રાજકોટમાં વોર્ડ નંબર 12 અને 17માં દુષિત પાણીની સમસ્યા (Rajkot water problem) સર્જાય હતી. જે મામલે રાજકોટ મેયર (rajkot mayor in action) ડો. પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા સર્જાય છે. જે મામલે મનપા કમિશ્નરનું પણ ધ્યાન દોર્યું છે. જ્યારે હવે આ મામલે શહેરના તમામ વોર્ડમાં વિતરણ કરવામાં આવતા નળ અને જ્યાં બોરનું પાણી આવે છે. તે તમામ પાણીના સેમ્પલ લેવામાં આવશે. જ્યાં તપાસમાં દુષિત પાણી હોવાનું ખુલશે, ત્યાં વિશેષ કામગીરી કરવામાં આવશે અને તાત્કાલિક આ ફરિયાદોનો નિકાલ કરાશે.