- રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 669 ટીમો દ્વારા સર્વે
- 2 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકને અસર
- પાકમાં થયેલા નુકસાન માટે સરકારે 500 કરોડ ફાળવ્યા
રાજકોટ: તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં તારાજી જોવા મળી હતી. ત્યારે, તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દિવ, ઉના પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી હતી. આ ઉપરાંત, રાજ્યમાં વાવાઝોડાએ કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોચાડ્યું છે. આથી આ અંગે, કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે જ્યારે રાજ્યમાં અતિવૃષ્ટી, દુષ્કાળ, વાવાઝોડા આવ્યા છે ત્યારે, રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા માટે અલગ અલગ કૃષિ રાહત પેકેજ આપીને તેઓને પગભર કરવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે.
આ પણ વાંચો:તૌકતે વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન, સરકારની સહાય લોલીપોપ: અમિત ચાવડા