- રાજકોટ મનપાના વિપક્ષી નેતાનો વર્ચ્યુઅલ લોક દરબાર યોજાયો
- ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર Rajkot Opposition Leaderનો લોકદરબાર
- વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ અગાઉ ડેશબોર્ડ કાર્યક્રમ પણ કર્યો હતો
રાજકોટ: તાજેતરમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જે દરમિયાન રાજકોટ મનપાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને 72માંથી માત્ર ચાર બેઠક મળી હતી. ત્યારે હાલ રાજકોટ મનપામાં વિપક્ષ તરીકે કોંગ્રેસ છે. જેમાં ભાનુબેન સોરાણીને મનપાના વિપક્ષી નેતા (Rajkot Opposition Leader) તરીકે નિમણૂક આપવામાં આવી છે. એવામાં ભાનુબેન સોરાણી દ્વારા આજે રાજકોટમાં વર્ચ્યુઅલ લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના સ્થાનિકો જોડાયાં હતાં અને પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યા અંગે રજૂઆત પણ કરી હતી.
ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયો વર્ચ્યુઅલ લોકદરબાર
રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા (Rajkot Opposition Leader) દ્વારા આજે વર્ચ્યુઅલ લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જે રાજકોટ સહિત રાજ્યમાં પણ પહેલી આ પ્રકારની ઘટના કહી શકાય છે. જેમાં પ્રથમ વખત કોઈ મનપાના વિપક્ષી નેતા દ્વારા વર્ચ્યુઅલ રીતે લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જ્યારે આ અગાઉ પણ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા લોકો સીધા જ ઓનલાઇન ફરિયાદ કરે તે માટે ડેશબોર્ડ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ કોંગ્રેસને સારો પ્રતિસાદ મળતાં વિપક્ષી નેતા દ્વારા આજે વર્ચ્યુઅલ લોકદરબાર યોજવામાં આવ્યો હતો.
લોક દરબારમાં કુલ 32 ફરિયાદો મળી
Rajkot Opposition Leader ભાનુબેન સોરાણી દ્વારા આજે વર્ચ્યુઅલ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જે સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો.જે 30 મિનિટ સુધી ચાલ્યો હતો. આ 30 મિનિટ દરમિયાન વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીને 32 જેટલી ફરિયાદ ઓનલાઈન મળી હતી. જે ફરિયાદો અંગે જે તે વિભાગના અધિકારીઓ સાથે વાત કરવામાં આવશે અને વહેલાસર આ સમસ્યાનોનો નિકાલ થાય તે દિશામાં કામ કરવામાં આવશે. તેમજ આ અંગે મનપા કમિશનર અંગે પણ રજૂઆત કરવામાં આવશે.