- રાજકોટમાં આપવામાં આવ્યુ ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ
- સમાજમાં પરિવર્તનશીલ વિચારધારાનું એક ઉદાહરણ
- કલેકટર અરુણ મહેશ બાબુએ આપ્યુ પ્રમાણપત્ર
રાજકોટ: મહાભારત યુગમાં ભિષ્મ પિતામહનો વધ કરનારા શિખંડીનું નામ આજ પણ આદરપુર્વક લેવાય છે. તેજ રીતે અજ્ઞાતવાસ દરમિયાન શ્રેષ્ઠ બાણાવણી અર્જુન(બ્રુહનલા)નું ચરીત્ર પણ જાણીતું છે. પરંતુ સમયના વહેણ સાથે પરિવર્તનશીલ સમાજમાં ટ્રાન્સજેન્ડર (transgender) પ્રત્યે આઘાતજનક વર્તન અને અણગમો દર્શવાઇ રહ્યો છે. પરીવાર અને સમાજ તરફથી તિરસ્કૃત થવાને કારણે આવા લોકોમાં સમાજ પ્રત્યે નકારાત્મક ભાવનાઓ જન્મે છે. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિના પરીજનોની મનોદશા અને વ્યથા હદયદ્રાવક અને કરૂણાસભર હોય છે. પરંતુ સમાજની આ મનોદશામાં હવે સકારાત્મક પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે. હાલ આવોજ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે.
કલેકટરે ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર આપ્યું
આ કિસ્સો સમાજમાં થઇ રહેલા પરિવર્તનશીલ વિચારધારાનો એક અનોખો અધ્યાય દર્શાવી રહ્યો છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર (transgender certificate) આપી તેને માનસિક સધિયારો પણ પૂરો પાડ્યો હતો. ચિરાગને હિંમત આપતા કલેકટરે કહ્યુ કે, સમાજમાં ટ્રાન્સજેન્ડર્સને પણ અન્ય લોકોની જેમ જીવન જીવવાનો હક્ક છે. માત્ર એટલું જ નહિ કોઈપણ પ્રકારની મદદ માટે તેઓ તૈયાર હોવાનું અને મળવાપાત્ર તમામ સરકારી સહાય પુરી પડાશે તેવો કલેકટર દ્વારા વિશ્વાસ પૂરો પાડી સમાજમાં ચિરાગ ઉર્ફે ચાર્મી જેવા ટ્રાન્સજેન્ડર્સને આગળ આવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ પત્ર આપી પરિવારજનોને રાહત
ચિરાગ ઉર્ફે ચાર્મીના પિતા જેન્તી મકવાણાએ ખુશી વ્યક્ત કરતા કહે છે કે, મારા પુત્રને કલેકટર સાહેબે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ પત્ર આપી અમારા પરિવારને બહુ મોટી રાહત પુરી પાડી છે. આ સાથે કલેકટર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે. તેઓ ગૌરવ સાથે ઉમેરે છે કે, મારે બે સંતાનો છે. નાનો બાબો ચિરાગ ટ્રાન્સજેન્ડર હોવા છતાં મારા માટે બંને સંતાનો એક સમાન છે. અમારા પરિવારે તેમના વચ્ચે કયારેય કોઈ ભેદભાવ નથી રાખ્યો.
12 વર્ષે ખ્યાલ આવ્યો સ્ત્રી તરીકેના માનસિક તેમજ શારીરિક ફેરફાર