ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રથમ નોરતે અવતરી 9 નવદુર્ગાઓ, 9 બાળકીઓનો જન્મ એક સાથે થતા પરિવારજનોમાં આનંદ લાગણી

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં (Nine daughters born in Rajkot hospital ) નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે સરકારના આયુષ્માન ભારત PMJYમા યોજનાના સથવારે સફળતાપૂર્વક કુલ 11 પ્રસૂતી કરવામાં આવી હતી. જેને લઈને નવ દીકરીઓના જન્મ (First day of Navratri Nine daughters born) એટલે કે જાણે કે પોતાના ઘરે લક્ષ્મીજી અવતર્યા હોવાથી સ્વયંમને ભાગ્યશાળી માને છે

પ્રથમ નોરતે અવતરી 9 નવદુર્ગાઓ, 9 બાળકીઓનો જન્મ એક સાથે થતા પરિવારજનોમાં આનંદ લાગણી
પ્રથમ નોરતે અવતરી 9 નવદુર્ગાઓ, 9 બાળકીઓનો જન્મ એક સાથે થતા પરિવારજનોમાં આનંદ લાગણી

By

Published : Oct 4, 2022, 7:28 PM IST

રાજકોટરાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે (Gondal of Rajkot district) શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં (Shri Ram Public Hospital) નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે નવ દીકરીઓ (Nine daughters born in Rajkot hospital) જન્મતાં હોસ્પિટલ અને પરિવારજનોમાં જાણે કે સાક્ષાત 9 નવદુર્ગાઓનું અવતરણ થયું હોવાની અનુભૂતિ સાથે આનંદનું વાતાવરણ છવાઈ જવા પામેલું છે.

નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે નવ દીકરીઓ જન્મતાં હોસ્પિટલ અને પરિવારજનોમાં જાણે કે સાક્ષાત 9 નવદુર્ગાઓનું અવતરણ થયું હોવાની અનુભૂતિ સાથે આનંદનું વાતાવરણ છવાઈ જવા પામેલું છે.

પ્રથમ નોરતે સફળતાપૂર્વક કુલ 11 પ્રસૂતી સરકારના આયુષ્માન ભારતPMJYમા યોજનાના સથવારે ગોલ્ડ મેડલિસ્ટ ડો. ચિરાગ ઠુંમર દ્વારા શ્રીરામ હોસ્પિટલમાં પ્રથમ નોરતે સફળતાપૂર્વક કુલ 11 પ્રસૂતી કરવામાં આવી હતી. જેમાં આ નવ દીકરીઓ અને બે દીકરાનો જન્મ થયો છે.

નવ દીકરીઓના જન્મસામાન્ય રીતે નવરાત્રીએ શક્તિ આરાધનાનું પર્વ છે. ભાવિકજનો માતાઓ, બહેનો, બાળાઓ સહિત આબાલવૃદ્ધ સૌ કોઈ આ પર્વમાં નવ દિવસ ખૂબ જ આસ્થાપૂર્વક ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે આ પાવન દિવસોમાં આ નવ દીકરીઓના જન્મ એટલે કે જાણે કે પોતાના ઘરે લક્ષ્મીજી અવતર્યા (First day of Navratri Nine daughters born ) હોવાથી સ્વયંમને ભાગ્યશાળી માને છે. ઉલ્લેખનીય છે કે સરકારના આયુષ્માન ભારત PMJY MAA યોજનાનો (Ayushman Bharat PMJY MAA Yojana) લાભ મળતાં આ પ્રસુતી માટે કે હોસ્પિટલના ઈન્ડોર દર્દી તરીકે પરિવારજનોને કોઈપણ જાતનો ખર્ચ થયેલો નથી.

આયુષ્માન ભારત PMJY MAA કાર્ડઆ પરિવારજનો અહોભાવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરતાં આયુષ્માન ભારત PMJY MAA યોજનાનો લાભ (Ayushman Bharat PMJY MAA Yojana Benefit) લેવા દરેક જરૂરિયાતમંદોને સમયસર આ આયુષ્માન ભારત PMJY MAA કાર્ડ સમયસર કઢાવી લેવા અપીલ કરે છે.

ABOUT THE AUTHOR

...view details