રાજકોટમાં તહેવાર પૂર્વે ફાયરિંગની ઘટના સામે આવી, પોલીસ તપાસ શરૂ
રાજકોટઃ સાતમ આઠમ જેવા મોટા તહેવારોને ગણતરીના જ દીવસો બાકી છે. ત્યારે, રાજકોટમાં મોડીરાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર એક કાર ચાલક દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ ફાયરિંગની ઘટના ત્યાં નશો કરીને બેઠેલા યુવાને જોઈ હોવાથી પોલીસ દ્વારા આ યુવકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જન્માષ્ટમીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે, સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ગત મોડીરાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રસ્તા પર કાર ચાલક સાથે અન્ય યુવકને કોઈ કારણોસર બોલાચાલી થતા તેને હવામાં ફાયરિંગ કર્યું હતું. જો કે ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થઈ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ફાયરિંગ કમલેશ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.