- સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફાયર સેફટીની તાલીમ અપાઈ
- પ્રથમ તબક્કામાં 120 બિન શૈક્ષણિક કર્મીઓને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ
- સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા અગ્નિ સમરથ શરૂ કરવામાં આવ્યું
રાજકોટઃ રાજ્યભરમાં આગની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગની ઘટનાને કાબુમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિ કાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી, ત્યારે વિવિધ સંસ્થાઓ આગને કાબુ કરવા પ્રશિક્ષણ વર્ગો ગોઠવી રહી છે. પ્રથમ તબક્કામાં 120 બિન શૈક્ષણિક કર્મીઓને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા અગ્નિ સમરથ શરૂ કરવામાં આવ્યું અને એક પ્રયાસ શરુ કર્યો છે. જેમાં રાજકોટ મનપાની ફાયર વિભાગની ટીમ સહભાગી બની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફાયરને લગતી ટ્રેનિંગ આપવાનું શરૂ કરાયુ