- રાજકોટમાં અગ્નિકાંડ બાદ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી ઑડિટ કમિટીનું ચેકીંગ
- કોવિડ હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને કર્યું ચેકીંગ
અગ્નિકાંડ બાદ કોવિડ હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઑડિટ કમિટીનું ચેકીંગ
રાજકોટ: અમદાવાદથી ફાયર સેફ્ટી ઑડિટ કમિટીની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી અને રાજકોટ ફાયર વિભાગને સાથે રાખીને વિવિધ કોવિડ હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટી સાધનોને લઈને ચેકીંગ હાથ ધર્યું હતું. કમિટીના સભ્ય રાજેશ ભટ્ટ દ્વારા કોવિડ હૉસ્પિટલોમાં ચેકીંગ કર્યા બાદ આ અંગેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. જેમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મામલે તમામ બાબતોને આવરી લેવામાં આવનાર છે.
અગ્નિકાંડ બાદ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઑડિટ કમિટીનું ચેકીંગ આગ લાગવાની ઘટનાની સુપ્રીમની ટકોર બાદ તંત્ર જાગ્યું ગુજરાતમાં કોવિડ હૉસ્પિટલોમાં આગ લાગવાની ઘટનામાં ઘણા દર્દીઓના મોત નીપજ્યા છે. જેને લઈને આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી છે. આથી હવે રાજકોટ ફાયરવિભાગ પણ એક્ટીવ થયું છે તેમજ દરરોજ અલગ અલગ બિલ્ડીંગ, હોસ્પિટલ, શાળા, કોલેજ, એપાર્ટમેન્ટ, હોટેલમાં ફાયરસેફ્ટીના સાધનો અને NOC અંગેની તપાસ કરીને નોટિસ ફટકારી રહ્યું છે.