- રાજકોટમાં અલગ-અલગ બે જગ્યાએ આગ
- ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં લાગી આગ
- ફાયર ફાઈટર સ્ટાફે આગ પર મેળવ્યો કાબૂ
રાજકોટ: જિલ્લામાં અલગ-અલગ બે જગ્યાએ આગના બનાવ સામે આવ્યા હતા. શહેરના સદર બજારમાં ફટાકડાના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગનો બનાવ બનતા આસપાસના વિસ્તારોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજી જાણી શકાયું નથી, પરંતુ ફાયર વિભાગની ત્રણ ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર ફાઈટર સ્ટાફે આગ પર મેળવ્યો કાબૂ આ પણ વાંચો:પાલનપુરના માલણ દરવાજા નજીક મોડી રાત્રે લાગી આગ
રાજકોટ સદર બજારમાં ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ
ઘટનાની જાણ થતાં ACP સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિકને દૂર કરવામાં આવ્યું હતું. લોકોને પણ દૂર કર્યા હતા. જ્યારે સમગ્ર ઘટનામાં ફાયર સેફ્ટીના સાધનો અને ફટાકડાના લાયસન્સ અંગે પણ તપાસ કરવામાં આવશે. જો કોઈ ખામી જણાય તો મહાનગરપાલિકા દ્વારા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
રાજકોટમાં અલગ-અલગ બે જગ્યાએ આગ આ પણ વાંચો:અમદાવાદની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી આગ
રાજકોટ ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આગ ભભૂકી ઉઠી હતી
હજુ સદર બજારમાં આગ બુજી, તો આ ઉપરાંત શહેરના ઇન્દ્રપ્રસ્થ વિસ્તારમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું મુખ્ય કારણ તપાસમાં જાણવા મળશે.