રાજકોટના આજી GIDCની એક કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.જેથી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આગ બુઝાવતા દરમિયાન 7 લોકો દાઝી ગયા હતા, જેમાં 4 ફાયરબ્રિગેડના જવાનો પણ હતા. હાલ બે જવાનોના શ્વાસ રૂંધાતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભારે જેહમત બાદ રાજકોટની આજી GIDCમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ, 7 લોકો ઈજાગ્રસ્ત - આજી GIDC
રાજકોટઃ આજી GIDC વિસ્તારમાં આવેલી કેમિકલની એક ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અંદાજે 7 જેટલા લોકો સામાન્ય રીતે દાજી ગયા હતા.આ આગમાં ઈજાગ્રસ્ત 7 લોકોમાંથી 4 ફાયરબ્રિગેડના જવાનો છે, જેમને હાલ સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા બાદ ફાયર ફાયટરોની ભારે જેહમત બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો હતો.
fire broke out at aji gidc
ફાયર ફાઈટરના 10 જેટલા જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્રણ કલાક જેટલા સમય બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે, આગની તીવ્રતા જોઈને આસપાસના વિસ્તારોને ખાલી પણ કરવવામાં આવ્યા હતા. હાલ તો આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
Last Updated : Oct 10, 2019, 11:33 PM IST