ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ - નરાધમ પિતાની ધરપકડ

રાજકોટમાં રહેતી 15 વર્ષની દીકરી શનિવારે રાત્રે તેની માતા સાથે નજીકના પોલીસ સ્ટેશન આવી હતી અને તેનાં જ પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આપી હતી. સમગ્ર ઘટનામાં, પોલીસ દ્વારા કાર્યવાહી કરી નરાધમ પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ
રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ

By

Published : Apr 6, 2021, 7:19 AM IST

Updated : Apr 6, 2021, 1:43 PM IST

  • રાતમાં ધમકી બાદ મોઢે મૂંગો બાંધી મારકુટ કરી પુત્રીને હવસખોરીનો શિકાર બનાવી
  • પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ માતાએ નોંધાવી
  • પોલીસ દ્વારા તુરત જ કાર્યવાહી કરી નરાધમ પિતાની ધરપકડ કરાઈ

રાજકોટ: પિતા પુત્રીના સબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. 15 વર્ષની દીકરી પર સગા પિતાએ દુષ્કર્મ આચરતા શહેરમાં ચર્ચા જાગી છે. એક જ રાતમાં ધમકી બાદ મોઢે મૂંગો બાંધી મારકુટ કરી 3-4 વખત હવસખોરીનો શિકાર બનાવીને દેહ પીંખી નાખ્યો હતો. ત્યારે, સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા તુરત જ કાર્યવાહી કરી નરાધમ પિતાની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ

આ પણ વાંચો:ડેલ્ટા મેઘવાલના પરિવારને આપેલું 5 વર્ષ જૂનું વચન રાહુલ ગાંધીએ કર્યું પુરૂ

પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

રાજકોટનાં DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજકોટમાં રહેતી 15 વર્ષની દીકરી શનિવારે રાત્રે તેની માતા સાથે નજીકનાં પોલીસ સ્ટેશન આવી હતી અને તેનાં જ પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આપી હતી. જેનાં આધારે ભોગ બનનારનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના વાસ્તવિકતા સામે આવતા આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:રાજકોટમાં 8 વર્ષની બાળા દુષ્કર્મનો શિકાર બની

પત્નિએ પતિ પર અગાવ પણ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સગીરા સાથે આ ઘટના શનિવારની રાત્રે બની હતી. ભોગ બનનારની માતાએ તેનાં પતિ પર અગાવ પણ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આરોપી અને ભોગ બનનારની માતા અલગ રહેતા હતા. ભોગ બનનાર સગીરા પણ તેની માતા સાથે અન્ય જગ્યાએ રહેવા જતી રહી હતી. પરંતુ, ઘર કામ કરવા માટે આરોપી તેની પુત્રી અને પુત્રને ઘરે લઇ આવ્યો હતો. આથી, શનિવારે રાત્રે ઘરે આવ્યા બાદ નશાની હાલતમાં પુત્રીને હવસનો શિકાર બનાવી હતી.

Last Updated : Apr 6, 2021, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details