ગુજરાત

gujarat

ETV Bharat / city

કાળો કળયુગ ! રાજકોટમાં એક બાપને કપાતર પુત્ર સામે નોંધાવી પડી ફરીયાદ - પિતાએ પુત્ર પર કરી પોલીસ ફરીયાદ

પોલીસ ફરિયાદોનો તમે ઘણી સાંભળી હશે. પરંતુ, ક્યારેય એક પિતાએ પોતાના જ પુત્ર સામે ચોરીની ફરિયાદ (Rajkot Crime Case) નોંધાવી હોય તેવો કિસ્સો સંભાળ્યો નહીં હોય. ત્યારે આવો જ એક કિસ્સો (Theft Case in Rajkot) રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાના જ પુત્ર સામે નોંધાવી છે. પુત્ર સામે પિતાએ પોલીસ ફરિયાદ શા માટે નોંધાવી જાણો.

કાળો કળયુગ ! રાજકોટમાં એક બાપને કપાતર પુત્ર સામે નોંધાવી પડી ફરીયાદ
કાળો કળયુગ ! રાજકોટમાં એક બાપને કપાતર પુત્ર સામે નોંધાવી પડી ફરીયાદ

By

Published : Jun 11, 2022, 2:24 PM IST

રાજકોટ : રાજકોટમાં પિતાએ પુત્ર પર પોલીસ ફરિયાદ નોંધાવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાજકોટના આજીડેમ નજીક હલેન્ડા ગામમાં રહેતા અને ઈલેક્ટ્રીકનું કામ કરનાર 47 વર્ષીય સલીમ મુલતાની નામના આધેડે આજીડેમ પોલીસ મથકમાં ચોરી (Theft Case in Rajkot) બાબતે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરીયાદીએ પોતાના સગા પુત્ર અનવર મુલતાની તેમજ પોતાના સાળા ફારૂક ઉર્ફે મુન્નો મુલતાનીના નામના શખ્સ પર (Father Lodged Police Complaint Against Son) ફરીયાદ સામે આવતા ચકચાર મચ્યો હતો.

પુત્ર સામે નોંધાવી પડી ફરીયાદ

આ પણ વાંચો :બે પેટ્રોલ પંપ માંથી ચોરોએ આવી રીતે કરી ચોરી, જૂઓ વીડિયો...

સ્થળ પર કાર નજર ના આવી - આ બાબતે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને મોટા પુત્રની સાથે ઝઘડા ચાલતા હતા. જેથી તેઓ જેતપુર છોડી રાજકોટ રહેવા આવ્યા હતા. જેમાં એક વર્ષ પૂર્વે તેમના પત્ની સમીરાબેન અને તેમના નાના પુત્ર ઝાકીરનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. જેમાં તેઓ પાસે એક કાર રહેલી હતી. જે કાર તેઓ રાજકોટના હલેન્ડા ગામના દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસે રાખતા હતા. ત્યારે આ દરમિયાન અહીં ગામમાં રહેતા સુરેશ રબારીએ તેમને વાત કરી હતી કે બે દિવસથી તેમની કાર (Car Theft in Rajkot) પેટ્રોલ પંપે નજરે પડતી નથી. બાદમાં તેઓએ અહીં પેટ્રોલ પંપે તપાસ કરતા કાર નજરે પડી ન હતી.

આ પણ વાંચો :પાટણ LCBએ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં મંદિર ચોરી કરતી ગેંગને દબોચી

બાપ સામે દીકરો - કાર ગાયબ થઇ જતા ફરિયાદી પિતાએ CCTV ફૂટેજ ચકાસતા મોડીરાત્રીના તેનો પુત્ર અને સાળો અહીંથી કાર લઇ જતા નજરે પડ્યા હતા. ત્યારબાદ આધેડે પોતાના પુત્રને ફોન કરી આ બાબતે પૂછતાં તેણે કહ્યું હતું કે કાર હું જ લઈ ગયો છું જે થાય તે કરી લો આ પછી પણ આધેડે વારંવાર ફોન કરી કાર પરત આપવાનું કહ્યું હતું. પરંતુ, પુત્રએ કાર પરત ન આવતાં બાદમાં તેમણે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી હાલ પોલીસે સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ (Rajkot Crime Case) દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details