ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં સંબંધોનું ખુન, સસરાએ છરીનાં ઘા ઝીંકી જમાઈની કરી હત્યા - હત્યાના બનાવો

રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલા ચામડિયા ખાટકીવાસમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. સસરાએ જ જમાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે, આ બનાવમાં મૃતકની પત્ની અને સાળી પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

સસરાએ જ જમાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
સસરાએ જ જમાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

By

Published : May 18, 2021, 1:33 PM IST

  • ચામડિયા ખાટકીવાસમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી
  • સસરાએ જ જમાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
  • મૃતકની પત્ની અને સાળી પણ સામેલ હોવાનો આરોપ
  • સસરા હારૂન જમાલને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ:શહેરમાં ગુનાખોરી દિવસે ને દિવસે વકરી રહી છે ત્યારે મોરબી રોડ પર આવેલા ચામડિયા ખાટકીવાસમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સસરાએ જ જમાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં મૃતક યુવકની પત્ની અને સાળી પણ શંકાના દાયરામાં હોવાથી પોલીસે બન્નેને સકંજામાં લીધી છે. મૃતક તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે હત્યારા સસરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ચામડિયા ખાટકીવાસમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી

આ પણ વાંચો:પાટણમાં રિક્ષામાં બેસવા મામલે યુવાનની હત્યા, એક ઈજાગ્રસ્ત

પત્ની-સાળી પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો

પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક ફારૂકની માતાએ જણાવ્યું હતું કે, ફારૂકની પત્ની ફોન પર કોઇની સાથે વાત કરતી હતી. જેને લઈને ફારૂકને પત્ની પર કોઈ સાથે આડાસંબંધ હોવાની શંકા જાગી હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હતી અને સાંજે પણ ઝઘડો થયો હતો. દરમિયાન વાવાઝોડાને કારણે વીજળી ગૂલ થઇ ત્યારે જ ફારૂકને છરીનાં ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને મૃતકનાં સસરાએ અંજામ આપ્યો હોવાનો અને તેમાં પત્ની-સાળી પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: યુવકના ગુસ્સાએ યુવકને બનાવ્યો આરોપી

હત્યામાં સબંધીઓએ જ સંબંધનું ખુન કર્યાનું બહાર આવતા જ પોલીસ સક્રિય બની હતી

આ હત્યામાં સબંધીઓએ જ સંબંધનું ખુન કર્યાનું બહાર આવતા જ પોલીસ સક્રિય બની હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ 35 વર્ષીય ફારૂકને તેના સસરા હારૂન જમાલે છરીના ત્રણેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. હત્યામાં તેની પત્ની ઉપરાંત તેની સાળીની પણ સંડોવણીની શંકા હોવાથી બન્નેની પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે હત્યા કરીને ફરાર હારૂન જમાલને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details