ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં સગીરાને કપડા મુદ્દે ધમકી આપતા ચાર શખ્સને સમજાવવા ગયેલા પિતા અને કાકા પર જીવલેણ હુમલો - સગીરાના પિતા અને કાકા પર જીવલેણ હુમલો

રાજકોટમાં આરોપીઓ હવે પોલીસનો ડર રાખ્યા વગર બેફામ બન્યા છે. રાજકોટમાં 4 શખ્સે એક સગીરાને તેના કપડા મુદ્દે ધમકાવી હતી. ત્યારબાદ સગીરાના પિતા અને કાકા આ 4 શખ્સને સમજાવવા ગયા હતા. તે સમયે ચારેય શખ્સે આ બંને ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

રાજકોટમાં સગીરાને કપડા મુદ્દે ધમકી આપતા ચાર શખ્સને સમજાવવા ગયેલા પિતા અને કાકા પર જીવલેણ હુમલો
રાજકોટમાં સગીરાને કપડા મુદ્દે ધમકી આપતા ચાર શખ્સને સમજાવવા ગયેલા પિતા અને કાકા પર જીવલેણ હુમલો

By

Published : May 20, 2021, 1:28 PM IST

  • રાજકોટમાં આરોપીઓ પોલીસનો ડર રાખ્યા વગર બેફામ બન્યા
  • રાજકોટમાં 4 શખ્સે એક સગીરાને તેના કપડા મુદ્દે ધમકી આપી હતી
  • સગીરાના પિતા અને કાકા પર ચારેય શખ્સે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

રાજકોટઃ રાજકોટમાં હવે આરોપીઓ પોલીસનો ડર રાખ્યા વગર બેફામ ગુનાઓને અંજામ આપે છે. ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં 4 શખ્સે એક સગીરાને તેના કપડાં મુદ્દે ધમકી આપી હતી. ચારેય શખ્સે સગીરાને કહ્યું હતું કે, આવા કપડાં પહેરીને નીકળવાનું નહીં. એટલે સગીરાએ આ અંગેની ફરિયાદ તેના પરિવારને કરી હતી. ત્યારબાદ સગીરાના પિતા અને કાકા ચારેય શખ્સને સમજાવવા ગયા હતા. જોકે, તે સમયે સગીરાના પિતા અને કાકા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો.

આ પણ વાંચો-જામનગરના સિક્કામાં ઉપસરપંચ પર હુમલો, મરણના દાખલા બાબતે થયો ઝઘડો

સગીરાના પિતા અને કાકા આરોપીઓને સમજાવવા ગયા હતા

સગીરાના કપડા મુદ્દે તેને ધમકાવતા સગીરાના પિતા અને કાકા ચારેય શખ્સને સમજાવવા પહોંચ્યા હતા. તે સમયે ચારેય શખ્સે ઘનશ્યામ જાદવ અને તેના ભાઈ દિનેશ જાદવ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે, ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-રાજકોટમાં પિતા-પુત્રી પર જીવલેણ હુમલો કરનારા 3 આરોપીઓને સુરત જિલ્લા SOGએ પકડી પાડ્યા

પોલીસે ચાર પૈકી એક તરૂણ આરોપીને સકંજામાં લીધો છે

ચારેય શખ્સે પૂત્રીને આવા કપડાં પહેરીને શેરીમાં નીકળવાનું નહીં તેમ કહી ધમકાવી હોવાની વાત કરી હતી, જેથી પિતા અને કાકા ચારેય શખ્સને સમજાવવા ત્યાં ગયા હતા. ત્યાં પહોંચી ચારેયને મારી દીકરીને કેવા કપડાં પહેરવા તે તમારે શીખવવાની જરૂર નથી તેવું કહેતા જ ચારેય ઉશ્કેરાઈ જતા તમામ વચ્ચે મારામારી થઈ હતી. તે દરમિયાન આરોપી રાજવીરે છરી કાઢી સગીરાના પિતા અને કાકા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં તુષાર, તેજસે પણ સાથ આપ્યો હતો. જોકે, આ હુમલાનો એક સગીર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details